અત્યંત સસ્તો થયો દુનિયાનો સૌથી વધુ પસંદગી પામેલો એન્ડ્રોઈડ ફોન, જાણો કિંમત
gadget-news-india
|
August 08, 2020, 2:01 PM

vyaapaarsamachar.com
નવી દિલ્હી: સેમસંગે પોતાના ગ્રાહકોને નવી ભેટ આપી છે. મોબાઈલ નિર્માતાએ ગેલેક્સી સિરીઝના એક ફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. હકીકતમાં, કંપનીએ દુનિયાના નંબર વન બેસ્ટ સેલિંગ ફોન ગેલેક્સી A51 સસ્તો કરી દીધો છે. એપ્રિલમાં ફોનની 6 જીબી રેમની કિંમતમાં 12% થી 18% સુધી વધારો થયો હતો. હવે સેમસંગે પોતાના ટ્વિટર અકાઉન્ટથી માહિતી આપી છે કે ફોન પર 8 જીબી રેમ વેરીએન્ટમાં 2 હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે. સાથે જ એચએસબીસી અને એસબીઆઈના ક્રેડિટ કાર્ડ્સ પર 1500 કેશબેક પણ મળી રહ્યા છે અને ફોન પર 22,499 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ઘરે લાવી શકો છો.
સેમસંગ ગેલેક્સી A51 ના 6GB 128GB વેરિઅન્ટને હવે 23,999 રૂપિયામાં લિસ્ટે કરવામાં આવ્યો છે. ત્યારે ફોનના 8 જીબી 128 જીબી વેરિએન્ટ્ને 25,999 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. ફોનના 6 જીબી વેરિએન્ટને જાન્યુઆરીમાં સમાન કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ જીએસટીને કારણે ફોનની કિંમત વધી ગઈ હતી, જે પછી તે 25,250 રૂપિયા થઈ ગઈ છે. હવે કંપનીએ ફોનની કિંમત ઘટાડવાની જાહેરાત કરી છે. આને ઓરિજનલ કિંમતે જ ખરીદી શકો છો.
હવે સેમસંગ ગેલેક્સી A51ની 8 જીબી રેમની વાત કરીએ તો, તે મે મહિનામાં 27,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવી હતી. હવે આ મોડેલ 25,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાઈ રહ્યો છે. એટલે કે તેમાં 2 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
જો તમે આશ્ચર્ય પામી રહ્યા છો કે આ ‘સૌથી પ્રખ્યાત એન્ડ્રોઇડ ફોન’ કેવી રીતે છે, તો પછી સ્ટ્રેટેજી એનાલિટિક્સના અહેવાલ મુજબ, સેમસંગ ગેલેક્સી એ 51, 2020 ના પહેલા ક્વાર્ટર દરમિયાન વિશ્વનો સૌથી વધુ વેચાતો એન્ડ્રોઇડ સ્માર્ટફોન હતો. એટલે કે, તે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં વિશ્વનો સૌથી વધુ વેચાણ પામતો એન્ડ્રોઇડ સ્માર્ટફોન બન્યો.
સ્માર્ટફોનના ફિચર્સની વાત કરીએ તો, સેમસંગ ગેલેક્સી A51માં 6.5 ઇંચનું સુપર એમોએલઈડ ઇન્ફિનિટી ઓ ડિસ્પ્લે છે. ફોનની પેનલ HD 2040 × 1080 પિક્સલ રિઝોલ્યુશન સાથે આવે છે. કંપનીએ ફોનને પંચ હોલ ડિસ્પ્લે સાથે રજૂ કર્યો છે. આ સિવાય ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળી રહ્યું છે.
ફોટોગ્રાફી માટે ફોનમાં ચાર રીઅર કેમેરા છે, જેમાં 48-મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 5 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર, અને 5 મેગાપિક્સલનો ડેડીકેટેડ ડેપ્થ સેન્સર છે. સેલ્ફી માટે ફોનમાં 32 મેગાપિક્સલનો કેમેરો છે. કેમેરો સેટઅપ 240fps પર સ્લો મોશન વિડિઓને સપોર્ટ કરે છે. પાવર માટે ફોનમાં 4000 એમએએચની બેટરી છે, જે 15 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. તેમાં ચાર્જ માટે એસબી ટાઇપ-સી પોર્ચ આપવામાં આવ્યું છે.
Web Title: World’s most selling Android phone became extremely cheap, Know new price