અનુગ્રહ બ્રોકિંગ ગ્રાહકોનાં રૂ.58 કરોડ નહીં વાપરી શકે, બોમ્બે HCનો આદેશ
share-market-news-india
|
September 02, 2020, 5:52 PM

vyaapaarsamachar.com
અમદાવાદ : બોમ્બે હાઇકોર્ટે સંકટગ્રસ્ત અનુગ્રહ સ્ટોક & બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડને રૂ.58 કરોડની સંપત્તિનો ઉપયોગ કરવાથી રોકી છે. કંપનીમાં 25થી વધુ રોકાણકારોએ રોકાણ કર્યું હતું. આ બાદ કંપનીએ તમામ લોકોને જવાબ આપવાનું બંધ કર્યું હતું તેમજ તેમના ખાતા અપ્રાપ્ય દર્શાવી દીધા હતા. કંપનીની હરકતથી રોકાણકારોએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ન્યાયમૂર્તિ ગૌતમ પટેલે પોતાનાં વચગાળાના આદેશમાં બ્રોકરેજને પોતાના સાધારણ અને સામાન્ય કારોબાર માટે પોતાના રોકાણકારો-ગ્રાહકોની સંપત્તિનો ઉપયોગ નહીં કરવાનું જણાવ્યું છે. અનુગ્રહ સ્ટોક એન્ડ બ્રોકિંગનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ રોહન કામાએ બ્રોકરેજ ફર્મની તમામ જંગમ, સ્થાવર અને નાણાકીય સંપત્તિ જાહેર કરવાની ઓફર કરી હતી. આ ઉપરાંત તેમના પર સંકટનું વિવરણ પણ રજૂ કર્યું હતું.
બીજી તરફ રોકાણકારોએ વ્યક્તિગત રૂપે અલગ અલગ દાવા માંડ્યા છે. આ તમામ લોકોનું કુલ રોકાણ રૂ.58 કરોડ છે. બીજી તરફ સાંય સેકંડો રોકાણકારોએ પોતાના નાણાં ગુમાવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ મુંબઈના એક પરિવારે આશરે રૂ.150 કરોડથી પણ વધુ રોકાણ કર્યું છે. આમ કંપની પર વધારે દાવા થાય તેવી શક્યતાઓ રહેલી છે.
Web Title: Bombay HC Bars Anugrah Stock & Broking from Using Client Assets Worth Rs58 Crore