અમદાવાદમાં પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું થયું, પેટ્રોલ 93.80 રૂપિયા પ્રતિ લિટર તો ડીઝલ…..

દેશના 217 જિલ્લામાં પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચી ગઈ છે.

In Ahmedabad, diesel is more expensive than petrol, petrol is Rs 93.80 per liter, diesel .....

પ્રતિકાત્મક તસવીર

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ મધ્યમવર્ગની કમર તોડી નાંખી છે. જો કે બે દિવસથી ભાવ વધારો ન થતા લોકોને આંશિક રાહત મળી છે. પરંતુ દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100ને પાર ગયો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, લદ્દાખ સહિત અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત 100ને પાર થયો છે.

બીજી બાજુ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલના ભાવ કરતાં ડીઝલ મોંઘું થઈ ગયું છે. 18 જૂને ભાવ વધ્યા બાદ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 93.80 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે જ્યારે ડીઝલની કિંમત 94.39 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. આમ અમદાવાદમાં ડીઝલ પેટ્રોલ કરતાં પ્રતિ લિટરે 59 પૈસા મોંઘું વેચાઈ રહ્યું છે.

દેશના 217 જિલ્લામાં પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચી ગઈ છે. તો પાંચ રાજ્યોના તમામ જિલ્લામાં પેટ્રોલ 100 રૂપિયા કરતા વધુ કિંમતે વેચાઈ રહ્યું છે. તો મુંબઈમાં પેટ્રોલની કિંમત 103 રૂપિયાને પાર થઈ છે. તો ડીઝલની કિંમત 95 રૂપિયા 14 પૈસા થઈ છે. મુંબઈની સાથે હૈદરાબાદ અને બેંગલોરમાં પણ પેટ્રોલની કિંમત 100ને પાર થઈ છે. હૈદરાબાદમાં પેટ્રોલ 100 રૂપિયા 74 પૈસા વેચાઈ રહ્યું છે. તો બેંગલોરમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા 17 પૈસા થઈ ગઈ છે.

આ તરફ દિલ્લીમાં પેટ્રોલની કિંમત 96 રૂપિયા 93 પૈસા અને ડીઝલની કિંમત 87 રૂપિયા 69 પૈસા થઈ છે. તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત 93 રૂપિયા 84 પૈસા છે. ડિઝલનો ભાવ 94 રૂપિયા 43 રૂપિયા થયો છે.

વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?

દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.  • 2014-15- પેટ્રોલ 09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર

  • 2015-16- પેટ્રોલ 41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર

  • 2016-17- પેટ્રોલ 70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર

  • 2017-18- પેટ્રોલ 19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર

  • 2018-19- પેટ્રોલ 09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર

  • 2019-20- પેટ્રોલ 05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર

  • 2020-21- પેટ્રોલ 32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર


Tags:
petrol price
Petrol-Diesel Price
diesel price today
petrol price today
diesel rate today
disel price
fuel rate
petrol rate today
petrol price today in india
diesel rate today in india


આ વેબસાઇટ કૂકીઝ અથવા સમાન ટેકનોલોજીનો ઉપયોગ બ્રાઉઝિંગ અનુભવને વધારવા અને વ્યક્તિગત કરેલી ભલામણોના આધારે કરે છે. અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારી ગોપનીયતા નીતિ સાથે સહમત થાવ છો.