અમદાવાદમાં 7 સપ્ટેમ્બરથી ફરી દોડશે મેટ્રો ટ્રેન 

gujarat-samachar-news
|

September 05, 2020, 2:11 PM

| updated

September 05, 2020, 2:12 PM


Metro train will run again in Ahmedabad from September 7.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ :  કોરોનાકાળમાં રૂપાણી સરકાર દ્વારા અનલોક-4ની ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેના અંતર્ગત સરકાર દ્વારા અનલોક 4ની ગાઇડ લાઇન અનુસાર હવે સરકારી બસો બાદ મેટ્રો સેવા પણ શરૂ થઇ રહી છે. 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા પુન: શરૂ કરવામાં આવશે.ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે, ૭ સપ્ટેમ્બરથી અમદાવાદની મેટ્રો ટ્રેન સેવા સાવચેતીના પગલાં સાથે પુનઃ શરૂ કરવામાં આવશે.

જાણી લો મેટ્રોનું ટાઇમટેબલ

7 અને 8 સપ્ટેમ્બરે સવારે 11 થી 12:10 કલાક સુધી અને સાંજે 4:25 થી 5:10 કલાક સુધી ટ્રેન સેવા ચાલશે. તેમાં બધી સિસ્ટમ્સ કોરોનાના સમય માટે યોગ્ય રીતે કાર્યરત છે કે કેમ, મુસાફરો કોવિડ નિયમો, માસ્ક અને સામાજિક અંતરના ધોરણોનું પાલન કરે છે કે કેમ તેની તપાસ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે.

તા.9 થી 12 સપ્ટેમ્બરે સવારે 11 થી સાંજે 5 કલાક સુધી ટ્રેન સેવા કાર્યરત રહેશે. નીટ પરીક્ષાના દિવસે ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયને મળેલી ભલામણ અનુસાર તા.13 સપ્ટેમ્બરે મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 7થી સાંજે 7 સુધી કાર્યરત રહેશે. તા.૧૪મી સપ્ટેમ્બર પછી કોરોના સમય પુર્વ જેમ હતુ તે અનુસાર મેટ્રો ટ્રેન સેવાઓ સવારે ૧૧થી સાંજે પ-૧૦ સુધી કાર્યરત રહેશે.

બધા જ મુસાફરોનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે. માસ્ક / ફેસ કવર વિનાના મુસાફરોને ગુજરાત સરકારના નિયમ અનુસાર દંડ કરવામાં આવશે. મુસાફરો માટે મેટ્રો સ્ટેશન પર પગથી સંચાલિત સેનેટાઈઝર ઉપલબ્ધ રહેશે. મુસાફરોને સેનેટાઈઝ કરેલ ટોકન આપવામાં આવશે. દરેક મુસાફરો એ આરોગ્યસેતુ એપનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે જેથી નજીકની સંક્રમિત વ્યક્તિ અંગે તુરંત જ જાણકારી મળી શકે. દરેક મુસાફરી બાદ ટ્રેનને સેનેટાઈઝ કરવામાં આવશે.

Web Title: Metro train will run again in Ahmedabad from September 7