અમદાવાદ એરપોર્ટ પરથી આગામી સપ્તાહમાં નવી ફલાઇટો શરૂ કરાશે

gujarat-samachar-news
|

September 02, 2020, 9:50 PM


domestic flt.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ,સોમવાર:  મહામારી વચ્ચે ધીમેધીમે ધંધા-રોજગાર શરૂ થઇ રહ્યા છે ત્યારે  ફ્રિકવન્ટ ફલાયર્સ માટે સારા સમાચાર છે.  અમદાવાદ એરપોર્ટ પરથી લોકડાઉનમાં ડોમેસ્ટિક સેક્ટરની વિવિધ રૂટ પરની બંધ પડી રહેલી ફલાઇટો પુનઃપોતાના ઓપેરશન શરૂ કરી રહી છે. આગામી સપ્તાહમાં 40 ફલાઇટો શરૂ થઇ જશે.

વિશ્વભરમાં ફેલાયેલા કોરોનાને લઇ દરેક રાજ્યોની ક્વોરોન્ટાઇનની જુદાજુદી પોલિસીને પગલે અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પરથી 40 ટકા જ ફલાઇટો ઓપરેટ કરાતી હતી. પરંતુ ધીમેધીમે સ્થિતી થાળે પડી રહી છે. હવે એરપોર્ટ પર મુસાફરોની મુવમેન્ટ જોવા મળી રહી છે. 

એરલાઇન સાથે સંકળાયેલા અધિકારીનું કહેવુ છે કે મુસાફરો કોરોનાના ડર વચ્ચે પણ પોતાની સલામતી રાખીને વિમાનમાં પ્રવાસ કરી રહ્યા છે.  એરલાઇન કંપનીઓએ અગાઉ જેટલા રૂટ પરની ફલાઇટો બંધ કરી હતી તે હવે ફરીથી શરૂ થઇ રહી  છે. ગો એર, ઇન્ડિગો, વિસ્તારા, એર એશિયા, સ્પાઇસજેટ સહિતની વિવિધ એરલાઇન કંપનીઓએ આગામી સપ્તાહમાં મુંબઇ, દિલ્હી, લખનઉં સહિત વિવિધ સેક્ટરની ફલાઇટો શરૂ કરશે જેથી મુસાફરોને વિમાનની વધુ સેવા મળી રહે. આવનજાવન કરવામાં સરળતા રહે. 

Web Title: New flights will be launched from Ahmedabad airport next week