અમદાવાદ રેલવે સ્ટેશન બેગેજ સેનેટાઈઝેશન અને રેપિંગ મશીન મૂકનારૂ દેશનું પ્રથમ સ્ટેશન બન્યું

gujarat-samachar-news
|

July 23, 2020, 2:54 PM

| updated

July 23, 2020, 3:00 PM


Ahmedabad railway station is the first station in the country to install baggage sanitation and wrapping machines.jpg

www.vyaapaarsamachar.com

અમદાવાદ : અમદાવાદ રેલવે સ્ટેશન પર બેગેજ સેનેટાઇઝર અને રેપિંગ મશીન ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ પ્રકારની વ્યવસ્થા એરપોર્ટ પર હોય છે, ત્યારે દેશમાં પહેલીવાર આવી વ્યવસ્થા રેલવે સ્ટેશન પર કરવામાં આવી છે. કાલુપુર ભારતનું પહેલું રેલવે સ્ટેશન છે, જ્યાં આ સુવિધા ઉભી કરાઇ છે.

આ સુવિધાથી મુસાફરોની સાથે રેલવેને પણ ફાયદો થશે. જોકે તેનો ઉદ્દેશે પેસેન્જરને વધુ સુવિધા આપી શકાય તે માટેનો છે. પેસેન્જરે પોતાનો સામાન સેનેટાઇઝ અને રેપીંગ કરાવવા માટે નક્કી કરેલી કિંમત ચૂકવવાની રહેશે. જોકે આ સુવિધા ફરજીયાત ન હોવાનું ડીઆરએમએ જણાવ્યું છે.

અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના એન્ટ્રી ગેટ ખાતે બેગેજ સેનિટાઈઝેશન એન્ડ રેપિંગ મશીન મૂકવામાં આવ્યું છે. મુસાફરો પોતાના લગેજને આ મશીનની મદદથી અલ્ટ્રા વાયોલેટ કિરણોથી સેનિટાઈઝ કરી શકશે.

સાથે જ બેગને પોલિથિનનું પેકિંગ પણ કરાવી શકશે. 10 કિલો સુધીના વજન માટે સેનેટાઈઝનો ચાર્જ 10 રૂપિયા અને રેપિંગ સેનેટાઈઝનો ચાર્જ 60 રૂપિયા મૂકાયો છે. તો 25 કિલો સુધી માટે સેનેટાઈઝ ચાર્જ 15 રૂપિયા અને રેપિંગ ચાર્જ 70 રૂપિયા છે.

તો 25 કિલોથી વધુના સામાન માટે સેનેટાઈઝ ચાર્જ 20 રૂપિયા અને રેપિંગ ચાર્જ 80 રૂપિયા છે. ડીઆરએમ દીપકકુમાર ઝાએ જણાવ્યું કે, અત્યાર સુધી એરપોર્ટ પર આ સુવિધા હતી. આ ટનલમાંથી લગેજ પસાર થતાં તે સેનિટાઈઝ થઈ જશે.

Web Title: A’bad railwaystation baggage sanitation and wrapping machine installed