અમદાવાદ: 1 વર્ષમાં આગના બનાવોમાં 20 નિર્દોશોના મોત

gujarat-samachar-news
|

August 09, 2020, 12:19 PM


69484801.jpg

www.vyaapaarsamachar.com

સ્માર્ટ સિટીનો ટેગ ધરાવતા અમદાવાદ શહેરમાં ફાયર સેફટી ઈન્સપેકશનના ઓઠા હેઠળ પોલંપોલ ચાલે છે એ નિર્વાવિદત છે.શહેરમાં છેલ્લા એક વર્ષમાં આગના મોટા બનેલા બનાવોમાં કુલ મળીને 20  જેટલા નિર્દોષ લોકોના મોત થયા છે.

દરમિયાન શનિવારે સવારે શહેરના પિરાણા વિસ્તારમાં આવેલ ચિરિપાલ ગુ્રપના યુનિટમાં એક જ વર્ષમાં બીજી વખત મોટી આગની ઘટના ઘટવા પામી હતી, જેને લઈને તંત્રની ફાયરસેફ્ટી ઈન્સ્પેક્શનની કામગીરી સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે.

મળતી માહીતી અનુસાર,શનિવારે સવારે પાંચના સુમારે પિરાણા રોડ પર આવેલા ચિરીપાલ ગુ્રપના નંદન એકઝિમમાં આગનો કોલ મળતા ફાયર વિભાગ દ્વારા  ટેન્કર અને ફાઈટર સાથે ઘટના સ્થળે દોડાવવામાં આવ્યા હતા.

આગને નિયંત્રણમાં લેવાની કામગીરી સમયે ઓઢવ ફાયર સ્ટેશનના ફાયરમેનને હાથના ભાગે પતરૂ વાગતા તેમને એલ.જી.હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.ફાયર કંટ્રોલ સુત્રોમાંથી મળતી માહીતી પ્રમાણે,સવારે પાંચ કલાકે લાગેલી આગ છ કલાક બાદ કાબૂમાં આવી હતી.

આ જ સ્થળે છ મહીના પહેલા લાગેલી આગમાં સાત કામદારોના મોત થયા હતા. અમદાવાદ શહેરમાં ગત વર્ષે જુલાઈના અંતિમ સપ્તાહમાં જગતપુરના ગણેશ જીનેસીસમાં ભીષણ આગ લાગી હતી.આ આગમાં બે લોકોના મોત થયા હોવાનું સુત્રોનું કહેવુૅ છે.6 ઓગસ્ટે શ્રેય હોસ્પિટલમાં આઠ દર્દી આગમાં ભડથુ થઈ ગયા હતા.

મોટી આગના બનેલા બનાવ

અમદાવાદ, શનિવાર

અમદાવાદ શહેરમાં છેલ્લા એક વર્ષમાં બનેલા મોટી આગના બનાવ આ પ્રમાણે છે.

તારીખ

સ્થળ

મોત

26 જુલાઈ-2019

ગણેશ જીનેસીસ

બે

8 ફેબુ્રઆરી-2020

નંદન એકઝિમ

સાત

22 ફેબુ્રઆરી

લોટસ ઈન્ડસ્ટ્રીઝ

ત્રણ

6 ઓગસ્ટ

શ્રેય હોસ્પિટલ

આઠ

ચિરીપાલના યુનિટોમાં લાગતી આગ રહસ્યમય કોયડો બની

ચિરીપાલ ગુ્રપના અલગ-અલગ સ્થળોએ લાગેલી આગમાં જયાં લાખો લિટર પાણીનો ઉપયોગ આગ બુઝાવવા ફાયરને કરવો પડયો છે ત્યાં સાત કામદારોના મોત પણ થયા છે.આમ છતાં આજે શનિવારે સવારે ચિરીપાલ ગુ્રપની કંપનીમાં ફરીથી આગ લાગતા. ફાયર વિભાગના સૂત્રોમાંથી મળતી માહીતી અનુસાર,દર વર્ષે ચિરીપાલ ગુ્રપના અલગ અલગ એકમોમાં અંદાજે ત્રણથી ચાર મોટા આગના કોલ બને છે.આગ લાગવા પાછળના ચોકકસ કારણો કયારેય બહાર આવતા ન હોવાથી આગ લાગે છે કે લગાડવામાં આવે છે એ એક મોટો કોયડો છે.

Web Title: Ahmedabad: 20 people died in fire incidents in 1 year