અમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઇ-કોમર્સ કંપનીઓને મળશે ટક્કર, ગુગલની મદદથી સરકાર શરૂ કરશે ઇ-કોમર્સ કંપની

  • હોમ
  • સમાચાર
    &nbsp/ બિઝનેસ

  • અમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઇ-કોમર્સ કંપનીઓને મળશે ટક્કર, ગુગલની મદદથી સરકાર શરૂ કરશે ઇ-કોમર્સ કંપની

સરકાર દ્વારા ઈ-કોમર્સ કંપની શરૂ કરવાની જાહેરાત બાદ દેશની ઘણી મોટી ટેક કંપનીઓ આ ઈ-કોમર્સ કંપની સાથે ભાગીદારીમાં રસ દાખવી રહી છે

Google in talks to join open e-commerce network ONDC

PC: Freepik

Open Network for Digital Commerce ONDC: છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ઈન્ટરનેટના વધતા પ્રભાવની સાથે સાથે ઘણી ઈ-કોમર્સ કંપનીઓ પણ દેશમાં કરોડો રૂપિયાનો બિઝનેસ કરી રહી છે. એમેઝોન-ફ્લિપકાર્ટ વગેરે જેવી મોટી કંપનીઓ ભારતમાં દર વર્ષે હજારો કરોડનો બિઝનેસ કરે છે. આવી સ્થિતિમાં હવે કેન્દ્ર સરકાર પણ તેનું નવું ઈ-કોમર્સ પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહી છે. આ ઈ-કોમર્સ કંપનીનું નામ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ એટલે કે ONDC છે.

આ કંપનીને પ્રારંભિક તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે. તેને સૌથી પહેલા દિલ્હી-NCR, ભોપાલ, શિલોંગ અને કોઈમ્બતુરમાં લોન્ચ કરવામાં આવશે. જેમાં આ તમામ શહેરોના પહેલા 150 રિટેલર્સને જોડવામાં આવશે.

આ સાથે ONDC ને પણ Google સાથે લિંક કરવામાં આવશે. ONDC શરૂ કરવા પાછળનું કારણ મોટી ઈ-કોમર્સ કંપનીઓની ઈજારાશાહીને ખતમ કરવાનું અને દેશના તમામ નાના વેપારીઓને દેશના તમામ ભાગોમાંથી ઈન્ટરનેટની મદદથી જોડવાનું છે. આ ઈ-કોમર્સ કંપનીઓની મદદથી ONDC દેશના ગરીબ અને મધ્યમ વર્ગના વેપારીઓને મદદ કરવા માંગે છે. આ સાથે ગૂગલે પણ ONDCની પહોંચ વધારવા માટે આ પ્રોગ્રામમાં જોડાવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે.

ઘણી કંપનીઓ ONDCમાં જોડાઈ શકે છે

સરકાર દ્વારા ઈ-કોમર્સ કંપની શરૂ કરવાની જાહેરાત બાદ દેશની ઘણી મોટી ટેક કંપનીઓ આ ઈ-કોમર્સ કંપની સાથે ભાગીદારીમાં રસ દાખવી રહી છે. ONDCના ચીફ એક્ઝિક્યુટિવ ટી કોશીએ જણાવ્યું કે દેશની ઘણી કંપનીઓ ઈ-કોમર્સ કંપની સાથે ભાગીદારી કરવાની યોજના બનાવી રહી છે. આમાં સૌથી મોટી કંપની ગૂગલ છે.

ઓપન નેટવર્ક ફોર ડિઝિટલ કોમર્સ વિશે જાણો

ONDC એક ઈ-કોમર્સ કંપની છે જે દેશના ગ્રામીણ વિસ્તારોના છૂટક વેપારીઓને મદદ કરશે અને આ વેપારીઓને ઈન્ટરનેટની દુનિયા સાથે જોડવામાં મદદ કરશે. આ ઈ-કોમર્સ કંપનીની મદદથી ફ્લિપકાર્ટ-એમેઝોન વગેરે જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરવામાં અને તેમની અસર ઘટાડવામાં મદદ મળશે. ઉલ્લેખનીય છે કે આ ઈ-કોમર્સ કંપની વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ની મદદથી શરૂ કરવામાં આવી રહી છે.

Published at : 28 May 2022 01:53 PM (IST)
Tags:
Google
e-commerce network ONDC