અમેરિકન સરકાર પણ એપ્સ દ્વારા નાગરિકોની જાસૂસી કરતી હોવાનો આરોપ
world-news
|
August 09, 2020, 4:40 PM

vyaapaarsamachar.com
અમદાવાદ : સ્માર્ટફોનમાં રહેલ એપ્લિકેશનો વપરાશકર્તાઓ પાસેથી ઘણાં બધા ડેટા એકત્રિત કરે છે. આ કરવું તેમની માટે અમુક વખત જરૂરી પણ બની જાય છે. જોકે સંવેદનશીલ ડેટા સંગ્રહ મુદ્દે ભારત પછી યુએસ જેવા દેશો પણ ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યા છે.
બીજી તરફ એક નવો ખુલાસો થયો છે કે ઘણી સ્માર્ટફોન એપ્સની મદદથી અમેરિકન સરકાર પણ યુઝર્સની જાસૂસી કરી રહી છે. ચીની સરકાર પર હ્યુવેઇ, ટિક્ટોક અને વીચેટની મદદથી વપરાશકર્તાઓના ડેટા ચોરી અને સ્ટોર કરવાનો આરોપ છે.
હવે વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે યુએસ સરકાર પણ તેના નાગરિકોની જાસૂસી કરી રહી છે અને તેઓને એપ્સની મદદથી ટ્રેક કરવામાં આવે છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે યુએસ સરકાર પાસે એક કોન્ટ્રાક્ટર છે જે 500 થી વધુ મોબાઇલ એપ્લિકેશન્સમાં ટ્રેકિંગ સોફ્ટવેરને એમ્બેડ કરે છે.
કોન્ટ્રાકટરનું નામ Anomaly Six LLC સામે આવ્યું છે અને તે વર્જિનિયામાં રહે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કોન્ટ્રાકટર મોબાઈલ એપ ડેવલપર્સને તેમની એપમાં સેલ્ફ ડેવલપ્ડ ટ્રેકિંગ કોડ સામેલ કરવાના બદલામાં નાણાં આપે છે. આ બાદ કોન્ટ્રાકટર યુઝર્સના ડિવાઇસના એનોનિમસ ડેટા કલેક્ટ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કલેક્ટ કર્યા બાદ કોન્ટ્રાકટર અમેરિકન સરકારને યુઝર્સનો ડેટા વેચી દે છે.
Web Title: A US govt contractor embedded tracking software in the apps of millions of smartphone users