અમેરિકા બાદ ભારતે કોરોના ટેસ્ટિંગ કિટ આયાત કરતી આ 3 કંપનીના લાયસન્સ કર્યા રદ

india-news
|

July 26, 2020, 4:00 PM


Kit Import Licence Of Three Firms Cancelled, 15 Suspended (1).jpg

www.vyaapaarsamachar.com

  • કેડિલા હેલ્થકેર, MDAAC ઈન્ટરનેશનલ, એન.ડબલ્યૂ.ઓવરસીઝના આયાત લાયસન્સ રદ
  • ટ્રાન્સએશિયા બાયો-મેડિકલ્સ, કોસ્મિક સાયન્ટિફિક, ઇનબીયોસ ઇન્ડિયાના લાયસન્સ સ્થગિત
  • SD બાયોસેન્સર, એક્યુરેક્સ બાયોમેડિકલ, બાયો હાઉસ-સોલ્યુશન, ટ્રાઇવિટ્રોન હેલ્થકેરના લાયસન્સ સ્થગિત
  • DCGI દ્વારા નોટીસ જારી કરાઈ, કંપનીઓને 17 જુલાઈએ કારણદર્શક નોટિસ ફટકારાઈ
  • કંપનીઓને 20 જુલાઇ સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવા આદેશ

નવી દિલ્હી : અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA)એ ટેસ્ટ કિટ બનાવતી ઘણી ઉત્પાદક કંપનીઓને તેમની યાદીમાંથી બહાર કરી દીધી. તો ભારતની ડ્રગ રેગ્યુલેટર એજન્સીએ પણ 3 કંપનીઓના કોરોનાની તપાસ માટે રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ આયાત કરવાના લાયસન્સ રદ કરી દીધા છે. એટલું જ નહીં અન્ય 16 કંપનીઓના લાયસન્સ પણ સ્થગિત કરી દેવાયા છે. આ કંપનીઓ કિટ આયાત કરી રહી હતી, જેના વિતરણ પર અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો છે.

ભારતમાં જે 3 કંપનીઓના લાયસન્સ રદ કરાયા છે, તેમાં કેડિલા હેલ્થકેર, MDAAC ઈન્ટરનેશનલ અને એન.ડબલ્યૂ.ઓવરસીઝનો સમાવેશ થાય છે. જ્યારે જે 15 કંપનીઓના લાયસન્સ સ્થગિત કરાયા છે તેવી મુખ્ય કંપનીઓમાં ટ્રાન્સએશિયા બાયો-મેડિકલ્સ, કોસ્મિક સાયન્ટિફિક, ઇનબીયોસ ઇન્ડિયા, એસડી બાયોસેન્સર, એક્યુરેક્સ બાયોમેડિકલ, બાયો હાઉસ-સોલ્યુશન અને ટ્રાઇવિટ્રોન હેલ્થકેરનો સમાવેશ થાય છે.

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ કંપનીઓને 17 જુલાઈએ કારણદર્શક નોટિસ ફટકારાઈ હતી. નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે, USFDA દ્વારા કેટલીક કંપનીઓના ડાયગ્નોસ્ટિક કીટને વિતરણમાંથી હટાવ્યા બાદ કેટલીક કંપનીઓના આયાત લાઇસન્સ કેમ રદ કરવા જોઈએ. આ કંપનીઓને 20 જુલાઇ સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું.

Web Title: Kit Import Licence Of Three Firms Cancelled, 15 Suspended, Order Based On Ban By USFDA