અમેરિકી વહીવટી તંત્રે ડ્રોનની નિકાસના નીતિ-નિયમો હળવા કર્યા

auto-news-india
|

July 26, 2020, 6:17 PM


Trump Admin Export Rules On Drone Sales To Allies (1).jpg

www.vyaapaarsamachar.com

વોશિંગ્ટન : મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ અમેરિકી વહીવટી તંત્રે મિત્રો દેશોને ડ્રોનની નિકાસ કરવા માટેના નીતિ-નિયમોને હળવા કર્યા છે. નવી નીતિ હેઠળ 800 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપવાળા ડ્રોન હવે મિસાઇલ ટેકનોલોજી કન્ટ્રોલ રિજિમ(એમટીસીઆર) હેઠળ આવશે નહીં.

મિત્ર દેશોને મદદ મળશે

  • કોન્ફરન્સ કોલ દરમિયાન રાજકીય સૈન્ય બાબતોના સહાયક વિદેશ પ્રધાન કલાર્ક કૂપરે પત્રકારોને જણાવ્યું હતું કે આ નિર્ણયથી અમારા મિત્ર દેશોને મદદ મળશે.
  • આનાથી  મિત્ર દેશોને રાષ્ટ્રીય સુરક્ષા અને વાણિજય સંબધી પોતાની તાત્કાલિક જરૃરિયાતો પૂર્ણ કરવામાં મદદ મળશે તથા અમેરિકા રાષ્ટ્રીય સુરક્ષા સંબધી અને આર્થિક હિતો પૂરા થશે.
  • વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેલી મેકનેનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ પગલાથી પોતાના ભાગીદારોની ક્ષમતા વધશે.
  • અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા વધશે. અમેરિકન ઉદ્યોગ માટે ડ્રોન બજારનો વિસ્તાર કરી આર્થિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ જોવા મળશે.

માત્ર ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયાને જ શક્તિશાળી ડ્રોન ખરીદવાની પરવાનગી હતી

  • તેમણે જણાવ્યું હતું કે ક્રૂઝ મિસાઇલ, હાયપરસોનિક એરિયલ વેહીકલ અને એડવાન્સ્ડ માનવરહિત કોમ્બેટ એરિયલ વેહીકલ પર આ નિર્ણયની કોઇ અસર થશે નહીં.
  • અમેરિકા હજુ પણ એમટીસીઆરનો કટિબદ્ધ સભ્ય છે અને તે ઉત્તર કોરિયા તથા ઇરાન જેવા દેશોને ઉચ્ચ મિસાઇલ ટેકનોલોજી ન આપવા પર ભાર મૂકે છે.

Web Title: Trump Admin Export Rules On Drone Sales To Allies