અલાર્મ બેલ:બેંકોએ 40% કોર્પોરેટ લોન રીસ્ટ્રકચર કરવી પડશે

money-and-banking
|

August 08, 2020, 9:50 AM


Almost 40% Corporate Loan to be Restructured by Banks, Q1 Result Data Shows.PNG

vyaapaarsamachar.com

અમદાવાદ : ભારતીય શેરબજારો પર લિસ્ટેડ કંપનીઓમાંથી  જે કંપનીઓએ જુન ત્રિમાસિકના પરિણામો જાહેર કરી દીધા છે તેના પર નજર નાખવામાં આવતા જણાય છે કે, બેન્કોએ ચાલીસ ટકા જેટલી કોર્પોરેટ લોન્સને રિસ્ટ્રકચર કરવાનો વારો આવી શકે છે.

જુન ત્રિમાસિક ગાળાના પરિણામો જણાવે છે કે, કંપનીઓ જેણે ઓપરેટિંગ ખોટ દર્શાવી છે અથવા જેનો ઈન્ટરેસ્ટ કવરેજ રેશિયો નબળો છે તે કુલ કોર્પોરેટ લોન્સનો અંદાજે ચાલીસ ટકા હિસ્સો ધરાવે છે.  એક કંપની તેની ઉપલબ્ધ આવકમાંથી કેટલી વખત તેના વર્તમાન વ્યાજની ચૂકવણી કરી શકે છે તેના માપને ઈન્ટરેસ્ટ કવરેજ રેશિયો કહેવાય છે. 

એકંદરે આ કંપનીઓના માથે વર્તમાન વર્ષના માર્ચના અંતે રૂપિયા ૧૦.૭૦ ટ્રિલિયનનો દેવા બોજ રહ્યો હતો. આ ઉપરાંત વર્તમાન નાણાં વર્ષના  પાછલા છ મહિનામાં માગ રિકવરી નીચી રહેશે તો,    તાણ હેઠળની શ્રેણીમાં વર્ગીકૃત થઈ શકે તેવી કંપનીઓનો બોરોઈંગ આંક રૂપિયા ૬ ટ્રિલિયન જેટલો છે એમ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું. 

એકંદરે ૬૧૨ કંપનીઓએ પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરી દીધા છે જે કુલ લિસ્ટેડ કંપનીના વીસ ટકા જેટલી થવા જાય છે.  આમાંની ૯૩ જેટલી કંપનીઓએ કાર્યકારી ખોટ દર્શાવી છે. બીજી ૨૬ કંપનીઓ જેના માથે રૂપિયા ૬.૩૩ ટ્રિલિયનનું દેવાબોજ છે તેનો ઈન્ટરેસ્ટ કવરેજ રેશિયો દોઢ અને બેના ગુણાંકની વચ્ચે છે.  દોઢના ગુણાંકથી નીચેના રેશિયો સાથેની કંપનીને નાણાંકીય રીતે તકલીફવાળી કહી શકાય. જ્યારે બેથી વધુના ગુણાંક સાથેની કંપનીને નાણાંકીય રીતે સ્થિર ગણાય છે. 

આ ૬૧૨ કંપનીઓનું સંયુકત બોરોઈંગ વર્તમાન વર્ષના માર્ચના અંતે રૂપિયા ૨૫.૮૦ ટ્રિલિયન રહ્યું હતું. 

જો કે જુન ત્રિમાસિક ગાળાના કંપનીઓના પરિણામો પરથી સ્પષ્ટ ચિત્ર મળી શકે એમ નથી કારણ કે જે કંપનીઓએ મોરેટોરિઅમનો લાભ લીધો છે તેમણે તેમના ચોપડા પર વ્યાજ ખર્ચ દર્શાવ્યો નથી એમ રિપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું. 

Web Title: Almost 40% Corporate Loan to be Restructured by Banks, Q1 Result Data Shows