આગામી 5 વર્ષમાં ભારત મોબાઈલ ઉત્પાદનનું હબ બનશે : રવિશંકર પ્રસાદ 

india-news
|

August 02, 2020, 11:58 AM


Samsung, Foxconn apply for PLI commitments worth Rs 11.5 lakh crore made, says Ravi Shankar Prasad.jpg

અમદાવાદ :  કેન્દ્રીય ટેલિકોમ અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે દાવો કર્યો હતો કે દેશ-વિદેશની 22 મોબાઈલ કંપનીઓ આગામી પાંચ વર્ષમાં દેશમાં 11 લાખ કરોડના મોબાઈલનું ઉત્પાદન કરશે. તેનાથી દેશમાં 12 લાખ જેટલી નવી નોકરીઓનું સર્જન થશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે આ કંપનીઓએ ટેલિકોમ મંત્રાલય સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે.

કેન્દ્રીય ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે દાવો કર્યો હતો કે એપલ, સેમસંગ, લાવા, ડિક્સોન જેવી દેશ-વિદેશની 22 કંપનીઓ દેશમાં આગામી પાંચ વર્ષમાં 11 લાખ કરોડની કિંમતના મોબાઈલ ફોનનું ઉત્પાદન કરશે.

આગામી પાંચ વર્ષમાં ભારત મોબાઈલ ઉત્પાદનનું હબ બનશે. આ કંપનીઓ  ભારતમાં જથથાબંધ મોબાઈલનું ઉત્પાદન કરવા ધારે છે અને તેના કારણે દેશમાં નવી 12 લાખ નોકરીઓ સર્જાશે.

તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિંક્ડ ઈન્સિએટિવ સ્કીમ (પીએલઆઈ)ના કારણે આ કંપનીઓ દેશમાં મોબાઈલ ઉત્પાદન કરવા તૈયાર થઈ છે. આ કંપનીઓએ સરકાર સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો છે. પીએલઆઈ સ્કીમનો લાભ લેવા માટે 22 કંપનીઓએ ટેલિકોમ મંત્રાલયમાં અરજી કરી છે.

રવિશંકર પ્રસાદના કહેવા પ્રમાણે ભારતમાં ઉત્પાદિત થનારા મોબાઈલમાંથી સાત લાખ કરોડની કિંમતના ફોનની નિકાસ થશે. આ પ્રોજેક્ટના કારણે દેશમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને વેગ મળશે.

વિશ્વની બીજી કંપનીઓ પણ ભારતમાં ઉત્પાદન યુનિટ બનાવવાની દિશામાં ગંભીરતાથી વિચારશે. કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે દેશમાં ત્રણ લાખ પ્રત્યક્ષ અને નવ લાખ અપ્રત્યક્ષ નોકરીઓ સર્જાશે. વળી, અત્યારે જે ડોમેસ્ટિક વેલ્યુ એડિશન 15થી 20 ટકા છે તે વધીને 34થી 40 ટકા થશે.

Web Title: Samsung, Foxconn apply for PLI; commitments worth Rs 11.5 lakh crore made, says Ravi Shankar Prasad