આત્મનિર્ભર એપ ચેલેન્જમાં ચિંગારી વિજેતા,મળશે 20 લાખ રૂપિયા 

india-news
|

August 08, 2020, 4:03 PM


Chingari, 23 more apps win Aatma Nirbhar App Innovation challenge.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : સરકાર દ્વારા ચાઇનીઝ એપ્લિકેશન ટીકટોક  પર પ્રતિબંધ મુકાયા બાદ ચિંગારી એપ ઘણી લોકપ્રિય થઇ ગઈ છે. હવે આ એપ્લિકેશનને સરકાર તરફથી એપ્લિકેશન ઇનોવેશન ચેલેન્જ સ્પર્ધાના સોશિયલ મીડિયા કેટેગરીમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.

સરકાર દ્વારા આ એપના ડેવલપર્સને રૂ.20 લાખ રૂપિયા મળશે. કેન્દ્ર સરકારે શુક્રવારે આત્મનિર્ભર ભારત એપ્લિકેશન ઇનોવેટ ચેલેન્જ અંતર્ગત ભારતીય ઉદ્યોગ સાહસિકો દ્વારા ડેવલપ કરાયેલ 23થી વધુ સારી મોબાઇલ એપ્લિકેશનોના વિજેતાઓની જાહેરાત કરી છે.

આ એપ ઇનોવેશન ચેલેન્જનો ઉદ્દેશ ભારતીય ડેવલપર્સને પ્રોત્સાહન આપવા અને તેમની પાસેથી અલગ અલગ ફીચર્સ વાળા એપ ડેવલપ કરાવવાનો હતો. ખાસ વાત તે છે કે ચિંગારી એપ આ ચેલેંજના ટોપ-3માં પહોંચી ગઈ છે. ટીકટોક પર પ્રતિબંધ મુકાયા બાદ તેવા જ ફીચર્સ ધરાવનાર દેશી એપ ચિંગારી ટોપ ચાર્ટ્સમાં પહોંચી ગઈ છે અને ઝડપથી વાયરલ થઇ રહી છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 59 ચાઇનીઝ એપ્સ પરના પ્રતિબંધને પગલે 4 જુલાઈએ સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ઇનોવેશન ચેલેન્જનો પ્રારંભ કર્યો હતો. આ સ્પર્ધાની જાહેરાત વિદેશી એપ્સ પર નિર્ભરતા ઘટાડવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. સરકારના નવીન પોર્ટલ ‘માયગોવ’ પર આ ચેલેન્જ શરૂ કરાઈ હતી. આ ચેલેંજમાં આઠ કેટેગરીમાં કુલ 2,353 અરજીઓ આવી હતી.

Web Title: Chingari, 23 more apps win Aatma Nirbhar App Innovation challenge