આદિત્ય પુરીએ HDFC બેન્કનાં શેર વેચી 842 કરોડ એકત્ર કર્યા 

share-market-news-india
|

July 27, 2020, 10:53 AM


Aditya Puri sells 7.42 million shares worth Rs 842.9 crore in HDFC Bank.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : એચડીએફસી બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય પુરીએ ગયા સપ્તાહે HDFC બેન્કમાં રહેલા પોતાના 74.20લાખ શેરના વેચાણ દ્વારા 842.87 કરોડ એકત્ર કર્યા છે. આ માહિતી શેર બજારોને આપવામાં આવી છે.

21 થી 23 જુલાઇ સુધી શેર વેચવાના કારણે બેંકમાં પુરીનો હિસ્સો 0.14 ટકાથી ઘટીને માત્ર 0.01 ટકા થઇ ગયો છે. પુરીએ તેમની નિવૃત્તિના થોડા મહિના પહેલા શેર્સનું વેચાણ કર્યું છે. પુરી 25 વર્ષથી વધુ સમયથી બેંકનું નેતૃત્વ કરે છે. સંપત્તિના મામલે એચડીએફસી બેંકને દેશની સૌથી મોટી ખાનગી બેંક બનાવવાનો શ્રેય પુરીને જાય છે.  

પુરી પાસે બેંકના 77.96 લાખ શેર હતા, તેમાંથી તેમણે 74.20 લાખ શેર વેચ્યા છે. પુરી પાસે હવે બેંકના 3.76 લાખ શેર છે. શુક્રવારે શેર બજાર બંધ થયું  ત્યારે બેંકના શેરની કિંમતને ધ્યાનમાં રાખીને ગણતરી કરવામાં આવે તો પુરી પાસે હવે આશરે 42 કરોડના શેર છે.

બેંકના પ્રવક્તાએ જણાવ્યું કે આ શેર પુરીને જુદા જુદા સમયે ફાળવવામાં આવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ શેર્સ તેમને ફેસ વેલ્યુ પર આપવામાં આવ્યા નહોતા.ઉલ્લેખનીય છે કે પુરી નાણાકીય વર્ષ 2019-20માં સૌથી વધુ વેતન મેળવનારા બેન્કર તરીકે ઉભરી આવ્યા છે. પાછલા નાણાકીય વર્ષમાં તેમની કુલ આવક 20 ટકા વધીને રૂ. 18.92 કરોડ થઈ છે.

Web Title: Aditya Puri sells 7.42 million shares worth Rs 842.9 crore in HDFC Bank