આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડ રાઇટ્સ ઇશ્યૂમાંથી રૂ. 995 કરોડનું મૂડીભંડોળ ઊભું કરશે

વિવિધ સેગમેન્ટ અને કેટેગરીઓમાં તમામ ફોર્મેટ અને અગ્રણી ફેશન બ્રાન્ડની મજબૂત બકેટ સાથે આવકની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી પ્યૉર-પ્લે ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ કંપનીઓ પૈકીની એક આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડ (ABFRL)એ રૂ. 995 કરોડનું મૂડીભંડોળ ઊભું કરવા રાઇટ્સ ઇશ્યૂ પ્રસ્તુત કર્યો છે, જે 22 જુલાઈ, 2020ના રોજ બંધ થશે. ABFRLએ 9,04,65,693 પાર્ટલી-પેઇડ અપ ઇક્વિટી શેર ઓફર કર્યા છે, જેની શેરદીઠ રૂ. 110ની કિંમત છે.

કંપની 31 માર્ચ, 2020 સુધી ભારતમાં અંદાજે 8.04 મિલિયન સ્ક્વેયર ફીટ ફૂટપ્રિન્ટને આવરી લેતા 3,031 સ્ટોર, તમામ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં 25,000થી વધારે મલ્ટિ-બ્રાન્ડ આઉટલેટ અને 6,514 SISનું વિતરણ નેટવર્ક ધરાવતી હતી. સ્ટોર્સ ભારતમાં 750થી વધારે ટિઅર 1 શહેરોથી ટિઅર 4 શહેરોમાં સ્થિત છે.

ABFRLના પ્રમોટર અને પ્રમોટર ગ્રૂપ, ઇશ્યૂનું સબસ્ક્રિપ્શન ઓછોમાં ઓછા 90 ટકા સુનિશ્ચિત કરવા માટે તેમના રાઇટ્સ એન્ટાઇટલમેન્ટનું સંપૂર્ણ સબસ્ક્રાઇબેશન કરવાનો અને આ પ્રકારના અધિકારો ન છોડવાનો ઇરાદો ધરાવે છે તેમજ ઇશ્યૂમાં કોઈ પણ વધારાના ઇક્વિટી શેરનું સબસ્ક્રિપ્શન કરવા પણ તૈયાર છે (જો ઇશ્યૂમાં 90 ટકાથી ઓછું સબસ્ક્રિપ્શન થાય તો) અને આ પ્રકારનું સબસ્ક્રિપ્શન લાગુ કાયદાઓનો આધિન છે. ઇશ્યૂ પ્રાઇઝની ચુકવણીની શરતોમાં એપ્લિકેશન પર 20 ટકા રકમ, જાન્યુઆરી, 2021માં 25 ટકા અને જુલાઈ, 2021માં 25 ટકા રકમ ચુકવવાની રહેશે.

રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ રેશિયો રેકોર્ડ ડેટ સુધી લાયકાત ધરાવતા ઇક્વિટી શેરધારકો દ્વારા હાલના દરેક 77 (સત્યોતેર) ફૂલી-પેઇડ શેરના બદલામાં 9 (નવ) પાર્ટલી-પેઇડ રાઇટ્સ ઇક્વિટી શેરનો છે.

ABFRLની બ્રાન્ડ્સમાં લૂઇસ ફિલિપ, વેન હ્યુસેન, એલેન સોલી અને પીટર ઇંગ્લેન્ડ છે, જે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત ઉત્પાદનો, સમકાલીન ફેશન અને ગ્રાહકના સંતોષકારક અનુભવનો પર્યાય છે. પેન્ટાલૂન્સ દેશમાં 342 સ્ટોરના નેટવર્ક સાથે વેલ્યુ ફેશન સેગમેન્ટમાં અગ્રણી કંપની છે, જે 4.3 મિલિયન સ્ક્વેયર ફીટથી વધારે જગ્યામાં પથરાયેલી છે. ABFRLએ દેશના ટિઅર 2, 3 અને 4 શહેરોની નવા  બજારો તરીકે ઓળખ કરી છે અને નવા ગ્રાહકોમાં ફેશન માટેની આકાંક્ષા વધતી હોવાથી આ બજારોમાં કામગીરી વધારવાનો ઇરાદો ધરાવે છે.

ABFRL ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ કંપનીના ચોક્કસ ઋણની પુનઃચુકવણી કરવા અને સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો પૂર્ણ કરવા માટે કરશે. ઇશ્યૂના લીડ મેનેજર્સ ICICI સીક્યોરિટીઝ લિમિટેડ, SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, BNP પારિબા અને CLSA ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે.