આનંદો! બે દિવસમાં જ વિશ્વને મળી જશે કોરોના વેક્સીન

world-news
|

August 10, 2020, 11:28 AM

| updated

August 10, 2020, 12:04 PM


Gamaleya National Research Center.jpg

vyaapaarsamachar.com

મોસ્કો: કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે લોકો હવે તેની વેક્સિનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં હાલ 21 કરતા પણ વધારે વેક્સિનનું ક્લિનીકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. વેક્સિનને વિકસિત કરવાની પ્રક્રિયામાં રશિયા સૌથી આગળ જણાઈ રહ્યું છે. જાણવા મળ્યા મુજબ રશિયા બે દિવસ બાદ એટલે કે 12મી ઓગષ્ટે પોતાની પહેલી કોરોના વેક્સિનની નોંધણી કરાવશે.

રશિયન અધિકારીઓ અને નિષ્ણાંતોએ કરેલા દાવા પ્રમાણે તે વિશ્વની પ્રથમ કોરોના વેક્સિન બનશે. રશિયામાં ગમલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ દ્વારા કોરોના વેક્સિન વિકસિત કરવાનું કામ થઈ રહ્યું છે. આ સંસ્થા રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયને આધીન છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોના કહેવા પ્રમાણે જો અંતિમ તબક્કાનું માનવ પરીક્ષણ સફળ રહ્યું તો ઓક્ટોબર મહીના સુધીમાં દેશના લોકોને વેક્સિન આપવાનું કામ શરૂ કરી દેવામાં આવશે.

ગમલેયા નેશનલ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર એલેક્ઝાંડેર ગિંટ્સબર્ગે જણાવ્યું કે, આ રસી એડેનો વાયરસના આધાર પર બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ રસી સંભવિતરૂપે કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે તેવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ટ્રાયલ દરમિયાન વેક્સિન આપ્યા બાદ લોકોમાં કોરોના સામે લડવાની રોગ પ્રતિકારકશક્તિમાં વધારો થયો હોવાનું નોંધાયું છે. તેનાથી સાબિત થાય છે કે આ વેક્સિન સાચી દિશામાં કામ કરી રહી છે. 

એલેક્ઝાંડેર ગિંટ્સબર્ગે જણાવ્યું કે, કેટલાક લોકોને રસી અપાયા બાદ સ્વાભાવિક રીતે તાવ આવે છે. રસીના કારણે વ્યક્તિની રોગપ્રતિકારક પ્રણાલીને શક્તિ મળે છે અને તેના દુષ્પ્રભાવના લીધે તાવ આવે છે જેને પેરાસિટામોલ લઈને આસાનીથી દૂર કરી શકાય છે. જાણવા મળ્યા મુજબ ગમલેયા સંસ્થાના પ્રમુખ પ્રોફેસર એલેક્ઝાંડેર ગિંટ્સબર્ગ અને અન્ય સંશોધકોએ પોતાની જાતને રસી આપવાનો પ્રયત્ન પણ કર્યો હતો. 

રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોએ અગાઉ જાહેર કર્યું હતું કે, કોરોના વાયરસ સામે લડી રહેલા ડોક્ટર્સ, સ્વાસ્થ્ય કર્મચારીઓને સૌથી પહેલા આ વેક્સિન અપાઈ શકે છે. જો કે અમેરિકા અને બ્રિટન જેવા દેશ રશિયાની કોરોના વેક્સિનથી થતી અસર સામે સવાલો કરી રહ્યા છે. આ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે, રશિયાએ ટ્રાયલનો સાયન્ટિફીક ડેટા રીલિઝ નથી કર્યો. 

Web Title: Two days later, the world will get the first corona vaccine, Russia will register