આમ આદમી પાર્ટીએ ખોટો વિડીયો શેર કરી ભરૂચ પોલીસ પર આરોપ લગાવ્યાં, ભરૂચ પોલીસે આપ્યો આ જવાબ

  • હોમ
  • સમાચાર
    &nbsp/ બિઝનેસ

  • આમ આદમી પાર્ટીએ ખોટો વિડીયો શેર કરી ભરૂચ પોલીસ પર આરોપ લગાવ્યાં, ભરૂચ પોલીસે આપ્યો આ જવાબ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એક વિડીયો ટ્વીટ કરવામાં આવ્યો અને ભરૂચ પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો.

Aam Aadmi Party shared the video and accused the Bharuch police, the Bharuch police gave answer

આમ આદમી પાર્ટીએ ખોટો વિડીયો શેર કર્યો?

Bharuch : રાજ્યમાં આજે આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થયું.  ભરૂચ જિલ્લાના ચંદેરીયા ગામમાં આયોજિત આદિવાસી મહાસંમેલનમાં  દિલ્હીના મુખ્યપ્રધાન તેમજ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીઆ AAP-BTPનું ગઠબંધન થયુ. આ દરમિયાન સભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. પણ આ દરમિયાન એક એવી ઘટના બની કે જેનાથી આમ આદમી પાર્ટીનું જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું. 

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એક વિડીયો ટ્વીટ કરવામાં આવ્યો અને સાથે આરોપ લગાવવામાં આવ્યો અને લખવામાં આવ્યું કે – 

“ભરૂચ જિલ્લામાં આયોજિત આદિવાસી સંમેલનમાં ભાગ લેવા જઈ રહેલા આપ પ્રદેશ નેતા અને કાર્યકર્તાઓના વાહનોને તાનાશાહ સરકારના ઈશારે અટકાવવામાં આવી રહ્યાં છે જેથી તેઓ સમયસર સભાસ્થળે પોહચી ના શકે.!”

આ વિડીયો સાચો છે કે ખોટો તેની જાણ તરત જ થઇ ગઈ.  આ વિડીયોને ક્વોટ કરીને ભરૂચ એસપીએ સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરતા કહ્યું કે આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરેલો આ વિડીયો ખોટો છે. સાથે લખવામાં આવ્યું છે – 

“સદર માહીતી તદ્દન ખોટી રીતે દર્શાવવામા આવેલ છે. આ બનાવ સુરત નો છે જેમાં VIP સીક્યુરીટી દરમ્યાન convoy માં કેટલાક લોકો ઘુસવા માંગતા હતાં તેમને security ના ભાગ રૂપે police દ્વારા બંદોબસ્ત ના ભાગરૂપે રોકવામા આવેલ હતાં.”

જુઓ આ વિડીયો 

સદર માહીતી તદ્દન ખોટી રીતે દર્શાવવામા આવેલ છે. આ બનાવ સુરત નો છે જેમાં VIP સીક્યુરીટી દરમ્યાન convoy માં કેટલાક લોકો ઘુસવા માંગતા હતાં તેમને security ના ભાગ રૂપે police દ્વારા બંદોબસ્ત ના ભાગરૂપે રોકવામા આવેલ હતાં.@AAPGujarathttps://t.co/Y2lcFJPgJz

— SP Bharuch (@BharuchPolice) May 1, 2022

રાજકારણમાં એક બીજા પર આક્ષેપ કરવામાં રાજકીય પાર્ટીઓ આવા ખોટા વિડીયો અને ફેક ન્યુઝ ફેલાવી એક બીજા પર આરોપ લગાવતી હૉય છે અને પ્રજાને ગેરમાર્ગે દોરતી હોય છે. પણ આજના આ આધુનિક અને ટેક્નોલોજીના યુગમાં આ પાર્ટીઓનું જુઠ્ઠાણું પકડાઈ જાય છે. 


Tags:
aam aadmi party
Gujarat
Bharuch
video
Bharuch Police