આવતીકાલે રૂ. 1,40,000 કરોડના વિલફૂલ ડિફોલ્ટરોના નામ જાહેર કરીશુંઃ  બેન્ક કર્મચારી યુનિયન

money-and-banking
|

July 18, 2020, 2:19 PM

| updated

July 18, 2020, 3:01 PM


On the 19th the Bank Employees Union will declare willful defaulters.jpg

www.vyaapaarsamachar.com

ચેન્નાઈ : બેન્કિંગ ક્ષેત્રના અગ્રણી સંઘ, ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (AIBEA) 2400 વિલફુલ ડિફોલ્ટર્સની સૂચિ જલ્દી જારી કરશે. જેમની પાસે આશરે રૂ. 140,000 કરોડ લોન લેવાના બાકી છે.

એઆઈબીઇએ મહાસચિવએ જણાવ્યું છે કે, 19મી જુલાઈને રવિવારે બેંકના રાષ્ટ્રીયકરણની 51મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે, અમે વિલફુલ બેંક લોન ડિફોલ્ટર્સની સૂચિ બહાર પાડીશું. આ યાદીમાં આશરે 2,400 લેણદારોના નામ હશે જેમણે બેંકો પાસેથી પાંચ કરોડ રૂપિયા કે તેથી વધુની લોન લીધી છે અને બેંકો દ્વારા વિલફુલ ડિફોલ્ટર્સ જાહેર કરવામાં આવી છે.

બેંકોને એનપીએના ભારણથી બચાવવા માટે વિલફુલ ડીફોલ્ટરોના નામો જાહેર કરવાની રણનીતિ નકકી કરવામાં આવી છે. નાના વર્ગથી માંડીને કોર્પોરેટ જગત પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે બેંક યુનીયનના આ પગલાથી વિવાદ પણ સર્જાવાની આશંકા દર્શાવવામાં આવી છે.

બેંક કર્મચારી યુનીયનના એક સીનીયર નેતાએ કહ્યું કે આર્થિક રીતે સદ્ધર હોવા છતાં સંખ્યાબંધ લોકો બેંકોને ચુનો ચોપડવાના ઈરાદે જ લોન ચુકવતા નથી. આ કારણોસર બેંકો માથે આર્થિક બોજ વધી રહ્યો છે. બેડલોન-એનપીએમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના કારણે આવતા મહીનાઓમાં એનપીએ વધવાનું જોખમ અર્થશાસ્ત્રીઓ દર્શાવી રહ્યા છે.

વિલફુલ ડિફોલ્ટરો પાસેથી નાણાં વસુલવા બેંકો કે સરકાર ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરતી નથી. યુનીયનના તેવા વિલફુલ ડીફોલ્ટરોની સંખ્યા 10000થી વધુ છે. બેંકોને વધતા એનપીએ બોજમાંથી ઉગારવાનો આશય છે. ડીફોલ્ટરોના નામો જાહેર કરીને રિકવરીના પ્રયત્નો કરવાનો આશય છે.

તેઓએ કહ્યું કે 19મીએ બેંક રાષ્ટ્રીયકરણ દિવસ છે. 50 વર્ષ પુર્વે બેંકોનું રાષ્ટ્રીયકરણ થયુ હતું. બેંક કર્મચારી યુનિયન ચેન્નઈથી ડીફોલ્ટરોના નામો જાહેર કરશે. ગુજરાતમાં અમદાવાદથી રાજયના વિલફુલ બેંક ડીફોલ્ટરોના નામો જાહેર કરાશે. દેશના સૌથી મોટા 400 જેટલા ડીફોલ્ટરોના નામો ખુલ્લા પાડવામાં આવશે.

સૂત્રોના કહેવા પ્રમાણે પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિલફુલ ડીફોલ્ટરોના નામો જાહેર કરવાના પગલાથી વિવાદ થવાની શકયતા છે. કોરોનાથી આર્થિક ફટકો લાગ્યો હોવાથી સરકારે બેંક લોન ચૂકવણીમાં રાહતો આપવાનો માર્ગ અપનાવ્યો છે તેવા સમયે બેંક યુનીયનના પગલાના કેવા પ્રત્યાઘાતો પહે છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે.

Web Title: On the 19th the Bank Employees Union will declare willful defaulters