આ અજાણી કંપની ખરીદશે અંબાણીનો ટેલિકોમ બિઝનેસ
share-market-news-india
|
August 04, 2020, 10:10 PM
| updated
August 04, 2020, 10:10 PM

www.vyaapaarsamachar.com
- આરકોમના લેન્ડરોએ યુવીએઆરસીએલ અને જિઓની સમાધાન યોજનાઓને મંજૂરી આપી છે
- આ બંને કંપનીઓને આરકોમની સંપત્તિ ખરીદવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે
- યુવીએઆરસીએલને લઈને ઉદ્યોગો અને મીડિયામાં રસ વધ્યો
નવી દિલ્હી : અનિલ અંબાણી (Anil Ambani)નો ટેલિકોમ બિઝનેસ (Telecom business) વેચવાના આરે છે. એનસીએલટી બુધવારે રિલાયન્સ કમ્યુનિકેશંસ (Reliance Communications) અને તેની સહાયક કંપનીઓના રિઝોલ્યુશન પ્લાન અંગે સુનાવણી કરશે. આરકોમના લેન્ડરોએ યુવી એસેટ રિઝોલ્યુશન (UVARCL) અને જિઓની રીઝોલ્યુશન યોજનાઓને મંજૂરી આપી છે. આ બંને કંપનીઓને આરકોમની સંપત્તિ ખરીદવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
UVARCL 16,000 કરોડ રૂપિયાની બોલી લગાવી
- Reliance Communicationsના ભવિષ્યને લઈને ચાલી રહેલી અટકળોની વચ્ચે દિલ્હીની એક અજાણી કંપની UVARCLને લઈને ઈન્ડસ્ટ્રી અને મીડિયામાં રસ વધી ગયો છે.
- UVARCL કંપની દેશમાં મુશ્કેલીમાં રહેલા ટેલિકોમ એસેટ્સ માટે લગાવાતી બોલીમાં મહત્વનું પાત્ર બનીને ઊભરી છે.
- યુવી એસેટ રિઝોલ્યુશનએ આરકોમ અને તેની સહાયક કંપની રિલાયન્સ ટેલિકોમને ખરીદવા માટે 16,000 કરોડ રૂપિયાની બોલી લગાવી છે.
- રિલાયન્સ ઈન્ફ્રાટેલ અનિલ અંબાણીના મોટા ભાઈ મુકેશ અંબાણીની કંપની જિયોની ઝોળીમાં જઈ શકે છે.
- આ કંપનીઓ પાસે સ્પેક્ટ્રમ અને ડેટા સેન્ટર છે. આ સોદો 20 હજારથી 23 હજાર કરોડ રૂપિયાનો થઈ શકે છે.
દેવાળું ફૂંકનારી ટેલિકોમ કંપનીઓને ખરીદી છે UVARCL
- યુવી એસેટ રિઝોલ્યુશન દિલ્હીની એક એસેટ રિકંસ્ટ્રક્શન કંપની (SRC)છે, જે દેવાળું ફૂંકનારી ટેલિકોમ કંપનીઓને ખરીદે છે.
- આ વર્ષે કંપનીને એરસેલની એસેટ્સ ટેકઓવર કરવા માટે એનસીએલટીની મંજૂરી મળી હતી.
- યુવી એસેટ રિઝોલ્યુશનની સ્થાપના 2007માં થઈ હતી અને તે બુક બિલ્ડિંગના હિસાબે દેશની ટોપ 10 એઆરસીમાં સામેલ છે.
- યુવી એસેટ રિઝોલ્યુશનની વેબસાઈટ પર દાવો કરાયો છે કે તે એનપીએને પાટા પર લાવી શકે છે.
Web Title: The Low-Profile Firm Behind The Rs 16000 Crore Bid For Anil Ambani’s Telecom Reliance Communications’ Assets