આ ઈ-બાઈક તોડશે તમામ રેકોર્ડ, સિંગલ ચાર્જમાં કરી શકાશે 500 kmની સફર

auto-news-india
|

July 29, 2020, 3:15 PM

| updated

July 29, 2020, 3:31 PM


Electric Sport Bike With A Single Charge Range Of 500 Miles Soon.jpg

vyaapaarsamachar.com

નવી દિલ્હી : વિશ્વભરની મોટાભાગની ઓટો કંપનીઓ પ્રદૂષણ ઘટાડવા અને વાહનોના ઉત્પાદન કરવા પર કામ કરી રહી છે. આ કંપનીઓ આછા ઈંધમ ખર્ચ સાથે વધુ લાભ આપતી ટેકનોલોજી પર પણ વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. તો ટેસ્લા અને શેવરલે પણ ઈલેક્ટ્રીક કારો લોન્ચ કરવાની બીડુ ઝડપ્યું છે, જે પ્રદૂષણ ઘટાડવાની સાથે ઉત્તમ ટેકનોલોજી પૂરી પાડવા પર પણ કામ કરી રહી છે.

ટુ-વ્હિલર્સ વાહન ઉત્પાદક લાઈટનિંગ મોટરસાયકલે પણ સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રીક બાઈક લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીની જાહેરાત અનુસાર આ ઈલેક્ટ્રીક બાઈકને સિંગલ ચાર્જ કરવાથી 500km અથવા 805kmની સફર કરી શકાય છે. કંપનીના પ્રમુખ રિચર્ડ હેડફીલ્ડે જણાવ્યું કે, અમારો ઈલેક્ટ્રીક બાઈક બનાવવાનો રેકોર્ડ બહુ જુનો છે. જ્યારે અમે 2006માં પ્રથમ ઈલેક્ટ્રીક સ્પોર્ટ્સ બાઈક બનાવી હતી, તો તે એક રેકોર્ડ હતો.

અમે ત્રણ વર્ષ પહેલા વર્લ્ડ લેંડ સ્પીડ રેકોર્ડ બનાવવા માટે પ્રથમ ઈલેક્ટ્રીક પાવર્ડ બાઈક બનાવી હતી. 2013માં અમારી બાઈકે 12km દોડ સ્પર્ધામાં જીતી હતી. હવે અમારુ લક્ષ્ય એક એવી બાઈકનું નિર્માણ કરવાનું છે, જે સાન ફ્રાન્સિકોથી લોસ એન્જલસ સુધીની 500kmની સફર સિંગલ ચાર્જમાં કવર કરી શકે છે અને આ સફરનો પૂરો કરી શકાય છે. જોકે હજુ આ બાઈકના ફિચર્સની કોઈ જાણકારી સામે આવી નથી.

Web Title: Electric Sport Bike With A Single Charge Range Of 500 Miles Soon