આ બેંકોમાં Savings Account ખોલાવવું ફાયદાકારક ! આપે છે સૌથી વધારે વ્યાજ

વાત પ્રાઈવેટ બેંકની કરીએ તો આ યાદીમાં પ્રથમ નામ આવે છે ડીસીબી બેંકનું જ્યાં બચત ખાતા પર 3 ટકાથી 6.75 ટકા વ્યાજ મળે છે.

these banks are giving the highest interest on savings account

પ્રતિકાત્મક તસવીર

બચત ખાતા (Savings Account) બધા ખોલવાત હોય છે. લોકો તેમાં પોતાની બચત કરેલી રકમ જમા કરાવતા હોય છે. પરંતુ તેના પર વધારે વ્યાજ નથી મળતું. પંતુ આજે અમે તમને કેટલીક એવી બેંકો વિશે જણાવી રહ્યા છીએ જે બચત ખાતા પર વધારે વ્યાજ આપી રહી છે. તેમાં પ્રાઈવેટ અને સરાકરી બેંકો બન્ને સામેલ છે.

સ્મોલ ફાઈનાન્સ બેંક

પાંચ સ્મોલ ફાઈનાન્સ બેંક સારું વ્યાજ આપી રહી છે. ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંકમાં 5થી 7.25 ટકા વ્યાજ મળી રહ્યું છે. ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકમાં 4 ટકાથી 7 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે. એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 3.5 ટકાથી 7 ટકા વ્યાજ અને ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક 3.5 ટકાથી 7 ટકા વ્યાજ આપી રહી છે. ઉપરાંત જન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં 3 ટકાથી 6.75 ટકા વ્યાજ મળી રહ્યું છે.

પ્રાઈવેટ બેંક

વાત પ્રાઈવેટ બેંકની કરીએ તો આ યાદીમાં પ્રથમ નામ આવે છે ડીસીબી બેંકનું જ્યાં બચત ખાતા પર 3 ટકાથી 6.75 ટકા વ્યાજ મળે છે. આરબીએલ બંકની વાત કરીએ તો તે 4.25 ટકાથી 6.25 ટકા વ્યાજ આપે છે. બંધન બેંક 3 ટકાથી 6 ટકા વ્યાજ આપે છે. ઇન્ડસઇન્ડ બેંક 4 થી 5.5 ટકા વ્યાજ આપે છે. જ્યારે યસ બેંક પોતાના ગ્રાહકોને 4 ટકાથી 5.25 ટકા વ્યાજ આપે છે.

સરકારી બેંક

સરકારી બેંકમાં પંજાબ નેશનલ બેંક હાલમાં સૌથી વધારે 3થી 3.25 ટકા વ્યાજ આપે છે. ત્યાર બાદ આઈડીબીઆઈ બેંકનો નંબર આપે છે ચે 3થી 3.4 ટકા વ્યાજ આપે છે. કેનેરા બેંક 2.9થી 3.2 ટકા વ્યાજ જ્યારે બેંક ઓફ બરોડા 2.75થી 3.20 ટકા વ્યાજ આપે છે પંજાબ એન્ડ સિંધ બેંક પણ 3.10 ટકા વ્યાજ આપે છે.

PNB SCAM: નીરવ મોદીની બહેને બ્રિટનના બેંક ખાતામાંથી 17.25  કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા 

Small Saving Interest Rate: નાની બચત યોજનાના રોકાણકારોને મળી મોટી રાહત, સરકારે વ્યાજ દરમાં….


Tags:
PNB
bank
interest
Savings account
Bandhan Bank
Rate of interest