આ બેન્કના સૌથી મોટા શેરધારક વેચશે રૂ. 10,500 કરોડના શેર

share-market-news-india
|

August 02, 2020, 6:55 PM

| updated

August 02, 2020, 6:55 PM


Biggets shareholder of Bandhan Bank selling ₹10,500 crore stock in block trade.jpg

મુંબઇઃ બંધન બેન્ક લિમિટેડની મુખ્ય શેરધારક બંધન ફાઇનાન્સિયલ હોલ્ડિંગે બ્લોક ડિલ મારફતે 33.74 કરોડ ઇક્વિટી શેર વેચવાનો નિર્ણય લીધો છે.  આ શેર વેચીને બંધન ફાઇનાન્સિયલ હોલ્ડિંગ્સ 1.4 અબજ ડોલર એક્ત્ર કરવાની તૈયારી કરી રહી છે. આ શેર 311.1 રૂપિયા પ્રતિ શેર દીઠની ફ્લોર પ્રાઇસે વેચવામાં આવશે. આવી રીતે કુલ 10,500 કરોડ રૂપિયાના ઇક્વિટી શેર વેચવામાં આવશે. નોંધનિય છે કે, બંધન બેંકે ઓગસ્ટ 2018માં એક યુનિવર્સલ બેન્કની જેમ પોતાની કામગીરી શરૂ કરી હતી.

ક્રેડિટ સ્વીસ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, જેપી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ગોલ્ડમેન સાશ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને જેએમ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશનલ સિક્યોરિટીઝ લિમિટેડ આ ડિલ માટે પ્રબળ દાવેદાર છે. બેંધન બેંક આ વિકલ્પોની ચકાસણી કરી રહી છે, જેમાં બેન્કમાં પ્રમોટર્સની હિસ્સેદારીને ઘટાડી શકાય અને પેઇડ-અપ ઇક્વિટી કેપિટલને 40 ટકા સુધી લાવી શકાય. આ વાતનો ઉલ્લેખ બંધન બેંકે 2019-20ની વાર્ષિક રિપોર્ટમાં કર્યો છે.

ભારતીય રિઝર્વ બેન્ક તરફતી જારી કરાયેલા લાઇસેન્સિંગ દિશા-નિર્દેશ મુજબ બંધન ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સ લિમિટેડને નિર્ધારિત 40ટકાથી વધારે શેર વેચીને ઘટાડવું પડશે. બંધન બેન્કે કહ્યુ કે, અમે માત્ર 4 વર્ષમાં જ મોટી વેચવાલી હાંસલ કરી લીધી છે.     

નોંધનિય છે કે 17 ઓક્ટોબર 2019ના રોજ એચડીએફસી લિમિટેડની હાઉસિંગ વિંગ ગૃહ ફાઇનાન્સ બંધ બેન્કની સાથે મર્જર થઇ ગઇ હતી. નાણાં વર્ષ 2020માં બંધન બેન્કે લગભગ 47 ટકાની વૃદ્ધિ કરી હતી.

Web Title: Biggets shareholder of Bandhan Bank selling ₹10,500 crore stock in block trade