આ વખતે બે અલગ-અલગ દિવસે ઉજવાશે જન્માષ્ટમી, જાણો ક્યાં – ક્યારે થશે નંદોત્સવ
astrology-news-india
|
August 10, 2020, 6:37 PM
| updated
August 10, 2020, 6:39 PM

www.vyaapaarsamachar.com
અમદાવાદઃ ગત વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમની ઉજવણી પણ આ વખતે બે અલગ-અલગ દિવસે થશે જેનું કારણ તીથી અને નક્ષત્રનો ભેદ છે. શ્રીમદ્ ભાગવત, શ્રીવિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, અગ્નિ પુરાણ મુજબ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાની વદ પક્ષની આઠમ તિથિએ રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગે મથુરાની જેલમાં થયો હતો. મથુરા- ગોકુળ – વુંદાવન સહિત દેશભરના પ્રસિદ્ધ કુષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીન હર્ષોલ્લાસ સાથે ઉજળણી કરવામાં આવે છે. જો કે આ વખતે તિથિ અને નક્ષત્રમાં ભેદ આવતો હોવાથી આ વખતે દેશના અલગ-અલગ રાજ્યો અને પ્રદેશો 11 અને 12 ઓગસ્ટ, એમ બે અલગ-અલગ દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
આઠમની તિથિ અને નક્ષણ ભેદ હોવાથી આવું બન્યુ
પુરાણોમાં જણાવ્યા મુજબ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાની વદ પક્ષની આઠમ તિથિએ રાત્રે 12 વાગે થયો હતો અને ત્યારે રોહિણી નક્ષત્ર હતું. તે દિવસે મધ્યરાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે ચંદ્ર ઉગ્યો હતો. જો કે આ વખતે આઠમની તિથિ અને રોહિણી તિથિનો સંયોગ બની રહ્યો નથી. આ વખતે લોકોમાં કૃષ્ણ જન્માષ્ટમીને લઈને મૂંઝવણ છે જે ક્યા દિવસે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. જ્યોતિષી ભાવના શર્મા પાસેથી જાણે છે કે 11 કે 12 ઓગસ્ટે જન્માષ્ટમી કયા દિવસે ઉજવવામાં આવશે અને તેનો શુભ મુહૂર્ત શું છે.
જાણો ક્યાં ક્યારે ઉજવાશે કૃષ્ણ જન્મોત્સવ?
શૈવ પ્રમુખ શહેર જેમ કે, કાશી, ઉજ્જૈન, હરિદ્વાર વગેરેમાં 11 ઓગસ્ટના રોજ અને વૈષ્ણવ પ્રમુખ શહેર જેમ કે, દ્વારકા-મથુરા વગેરેમાં 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. દક્ષિણ ભારતના કૃષ્ણ મંદિરમાં પણ 12 ઓગસ્ટના રોજ ઉત્સવ ઉજવાશે. ઓરિસ્સામાં 11 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવાશે.
આ વખતે કૃષ્ણ જન્માષ્ટમીની તારીખને લઈને લોકોમાં ઘણી મૂંઝવણ છે કારણ કે આ વખતે જન્માષ્ટમીની ત્રણ તિથિઓ પડી રહી છે. તારીખ મુજબ 11, 12 અને 13 ઓગસ્ટ છે પરંતુ કયો દિવસ સાચો માનવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ દિવસે અષ્ટમી અને રોહિણી નક્ષત્ર હોવા જરૂરી છે.
જો કે, આવી સ્થિતિ ઘણી વખત બને છે કે જ્યારે આ અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર એક સાથે ન આવતા હોય. આ વખતે પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અષ્ટમી તિથી 11 ઓગસ્ટને સવારે 9:06 વાગ્યેથી પ્રારંભ થશે અને 12 ઓગસ્ટના રોજ સવારે 11: 16 વાગ્યે સમાપ્ત થશે, બીજી તરફ, રોહિણી નક્ષત્ર 13 ઓગસ્ટના રોજ બપોરે 03: 27 થી શરૂ થશે અને 14 ઓગષ્ટે સવારે 5: 22 વાગ્યે સમાપ્ત થશે.
Web Title: This time Janmashtami will be celebrated on two different days, Know where and when Nandotsav