આ 5 બાબતો ક્યારે Facebook પર ન કરો શેર

technology-news-india
|

August 09, 2020, 8:30 PM


Never Share These 5 Things on Facebook (1).jpg

www.vyaapaarsamachar.com

ટેકનોલોજી નિષ્ણાતોનું કહેવું છે કે, ફેસબુક પર તમામ પ્રકારની બાબતો શેર કરવી યોગ્ય વાત નથી. આનાથી જુદા જુદા ખતરાઓ ઉભા થઈ શકે છે. અમે અહિં તમને કેટલીક એવી માહિતીઓ આપી રહ્યા છે જે ફેસબુક પર શેર કરવી ન જોઈએ. આ બાબતો શેર કરવી તે એક ખતરના સમાન હોઈ શકે છે. તો જાણીએ કંઈ કંઈ બાબતો ફેસબુક પર શેર ન કરી શકાય…

તમારા ઘરનું સરનામું

જો ફેસબુક પર તમારી ગોપનીયતા સેટિંગ્સ યોગ્ય નથી, તો કોઈપણ તમારી પ્રોફાઇલ ખોલી શકે છે અને તમારું ઘરનું સરનામું શોધી શકે છે. શું અજાણ્યાઓને પોતાના ઘરનું સરનામું જણાવવાની જરૂર છે. તેથી ફેસબુક પર ઘરનું સરનામું રાખવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

કોઈપણ પ્રકારનો પાસવર્ડ

એવા ઘણા લોકો છે જેઓ અન્ય લોકોના સંપર્કમાં અને વિશ્વાસમાં છે. તમારા કોઈપણ પ્રકારના પાસવર્ડ પરિચિતો સાથે સંદેશ દ્વારા કે પછી અન્ય માધ્યમ દ્વારા ફેસબુક પર શેર ન કરવા જોઈએ. યાદ રાખો… કોઈ પણ વ્યક્તિ તમારી નજીકનું કે ભરોસાપાત્ર કેમ ન હોય, તમારે તમારો પાસવર્ડ ક્યારે પણ કોઈને શેર ન કરવો જોઈએ.

તમારા ફોટોનો પણ થઈ શકે છે દુરુપયોગ

તમારી ગર્લફ્રેન્ડ અથવા પત્ની સાથે વિતાવેલા અંગત પળોની તસવીરો પોસ્ટ કરવી અને ફેસબુક મિત્રો સાથે લાઈક લઈ શકો છો, પરંતુ આવા ફોટોઝનો ફોટોશોપમાં ઘણા ખરાબ લોકો ખોટો ઉપયોગ કરી શકે છે.

મોબાઈલ નંબર

આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું જરૂર છે કે, તમારે ક્યારે ફેસબુક પર તમારો મોબાઈલ નંબર ક્યારેય અન કોઈને પણ શેર ન કરવો જોઈએ. કારણ કે, કોઈપણ કંપની કે અન્ય વ્યક્તિ તમારા મોબાઈલ નંબરનો દુરુપયોગ કરી શકે છે.

તમારુ જન્મ સ્થળ અને જન્મદિવસ

જો તમે તમારા જન્મ દિવસની તારીખ ફેસબુક પર શેર કરી છે તો તમે તમારા જન્મ દિવસે મિત્રો દ્વારા શુભકામનાઓ મેળવી શકો છો, જોકે જન્મદિવસ શેર કરવાથી તમારી ગોપનિયતાનું ઉલ્લંઘન થવાની સંભાવના છે. કોઈ ત્રાહિત વ્યક્તિ તમારા જન્મ તારીખ અને જન્મ સ્થળનો ઉપયોગ કરી તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ બનાવી શકે છે.

Web Title: Never Share These 5 Things on Facebook