ઇઝ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં આંધ્રપ્રદેશ પ્રથમ ક્રમે, ગુજરાત ક્યા સ્થાને?
india-news
|
September 05, 2020, 4:31 PM
| updated
September 05, 2020, 4:51 PM

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત માટે ઇઝી ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગ-2019ની આજે જાહેરાત જાહેરાત કરવામાં આવી છે. આ ઇઝી ઓફ ડુઇંગ બિઝનેસ રન્કિંગની યાદીમાં સમગ્ર દેશભરમાં આંધ્રપ્રદેશ પ્રથમ ક્રમે આવ્યુ છે તો ઉત્તરપ્રદેશ આ યાદીમાં બીજા ક્રમે તેલંગાણા ત્રીજા સ્થાને આવ્યુ છે. અગાઉ છેલ્લા જ્યારે આ રેન્કિંગ જુલાઇ 2018માં જારી કરવામાં આવ્યુ હતુ તે સમયે પણ આંધ્રપ્રદેશ સૌથી મોખરે હતુ.
ભારતમાં ઉદ્યોગ-ધંધા અને વેપાર કરવા માટેનું વાતાવરણ, અને તેને વધુ સાનુકુળ બનાવવા લેવાયેલા પગલા, બિઝનેસ રિફોર્મ્સની કામગીરીની યોજનાને લાગુ કરવાના આધારે રાજ્યોને રેન્કિંગ આપવામાં આવ્યુ છે.
વાઇબ્રન્ટ ગુજરાત આ રેન્કિંગમાં 10માં ક્રમે ધકેલાયુ
આજે જાહેર થયેલ ઇઝ ડુઇંગ બિઝનેસ રેન્કિંગ 2019ની યાદીમાં સમગ્ર દેશમાં વેપાર-ધંધાના મોરચે આગવુ સ્થાન ધરાવતુ રાજ્ય વાઇબ્રન્ટ ગુજરાત પાંચ વર્ષમાં 5 સ્થાન નીચે ધકેલાઇ ગયુ છે. આજે જાહેર થયેલી રેન્કિંગમાં ગુજરાત 10માં ક્રમે આવ્યુ છે. જ્યારે વર્ષ 2015માં ગુજરાત પ્રથમ સ્થાને અને વર્ષ 2018ની યાદીમાં 5માં સ્થાન હતુ.
કોરોના કટોકટીથી ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે જો કે પીએમ મોદી દ્વારા જારીકરાયેલા આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટથી દેશને આંતરિક રીતે વધુ મજબૂત થવા અને સ્થાનિક સ્તરે મહત્તમ ઉત્પાદન વધારીને નિકાસ કરવાની હાકલ કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે ભારત વૈશ્વિક સ્તરે ઇઝ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં ઉંચી સ્થાન મેળવવામાં પ્રતિબદ્ધ છે. વર્ષ 2014માં ગ્લોબલ ઇઝ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં ભારત 142માં ક્રમે હતુ ત્યારબાદ મોટી છલાંગ લગાવીને વર્ષ 2019માં 63મો ક્રમ હાંસલ કર્યો છે. જે ભારત દ્વારા આર્થિક સુધારણા અને વેપાર-ઉદ્યોગો શરૂ કરવા અને ચાલુ રાખવા માટે લેવાયેલા સકારાત્મક પગલાંઓને આભારી છે.
Web Title: India’s Ease of doing business 2019 ranking, Andhra Pradesh retains top position in List