ઇન્ડસઇન્ડ બેંકે ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા નવેસરથી ડિઝાઇન કરેલી વેબસાઇટ લોંચ કરી

ઇન્ડસઇન્ડ બેંકે એની નવેસરથી ડિઝાઇન કરેલી વેબસાઇટ www.indusind.com લોંચ કરવાની જાહેરાત કરી હતી, જે ગ્રાહકોને ડેસ્કટોપ્સ, લેપ્ટોપ્સ, મોબાઇલ ફોન્સ અને ટેબ્લેટ્સ જેવા તમામ ડિવાઇઝ પર શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરશે.

આ વેબસાઇટ બેસ્ટ-ઇન-ક્લાસ ડિઝાઇન સિદ્ધાંતો સાથે સજ્જ છે અને અગ્રણી ક્વાડ્રન્ટ કન્ટેન્ટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ્સ પૈકીના એક એડોબ એક્સપિરિયન્સ મેનેજરના લેટેસ્ટ વર્ઝનથી સંચાલિત છે.

સંપૂર્ણપણે નવી વેબસાઇટ યુઝર્સને બેંકની વિવિધ પ્રોડક્ટ અને સર્વિસ દ્વારા સરળતાપૂર્વક, ઝડપથી નેવિગેટ કરવા સક્ષમ બનાવશે, જેથી બેંક તેમની પસંદગીના આધારે ઓફરનો લાભ લેવા ગ્રાહકોને સક્ષમ બનાવશે. નવી વેબસાઇટ દ્રષ્ટિની ખામી ધરાવતા યુઝર્સને પણ ઉપયોગી કેટલીક સુવિધાઓ ધરાવે છે, જેથી તેમને સરળતાપૂર્વક, શ્રેષ્ઠ અનુભવ મળશે.

નવી વેબસાઇટ વિશે ઇન્ડસઇન્ડ બેંકના માર્કેટિંગ અને રિટેલ અનસીક્યોર્ડ એસેટ્સના ઇવીપી અને હેડ શ્રી અનિલ રામચંદ્રને કહ્યું હતું કે, “બ્રાન્ડના પરિપ્રેક્ષ્યની દ્રષ્ટિએ આ વધુ એક પ્રગતિશીલ પગલું છે, જે આ મહત્ત્વપૂર્ણ વળાંક પર ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપે છે. લેઆઉટ અને નેવિગેશન ગ્રાહક માટે સરળ અને જોવું ગમે એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઇન્ડસઇન્ડમાં અમે અમારા ગ્રાહકો માટે બેંકિંગને સરળ બનાવવા કટિબદ્ધ છીએ, જે દરેક ઇન્ટરેક્શનમાં બેંકને વધારે સુવિધાજનક બનાવે છે. નવી વેબસાઇટનું લોંચિંગ આ કટિબદ્ધતાનો પુરાવો છે અને અમને ખાતરી છે કે, અમારા ગ્રાહકો નવા લૂક અને સરળ નેવિગેશનની ખરેખર પ્રશંસા કરશે.”

આ લોંચ વિશે ઇન્ડસઇન્ડ બેંકના ડાયરેક્ટ બેંકિંગના હેડ શ્રી રિતેશ સક્સેનાએ કહ્યું હતું કે, “અમારી બેંક માટે ડિજિટલ ટેકનોલોજીનો સ્વીકાર છેલ્લાં થોડા સમયથી અમારું અભિન્ન અંગ બની ગઈ છે. અમે અમારા ગ્રાહકોને બેંકિંગનો સરળ અને સુવિધાજનક અનુભવ પ્રદાન કરવા ડિજિટાઇઝેશન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નવી વેબસાઇટ એ દિશામાં વધુ એક પગલું છે, જે અમને ગ્રાહકોને જરૂરિયાતને વધારે સારી રીતે સમજવામાં મદદરૂપ થશે અને તમને બેંક સાથે ઇન્ટરેક્શન માટે વિશિષ્ટ ચેનલ ઓફર કરશે.”

ઇન્ડસઇન્ડ બેંકના ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર શ્રી બિસ્વબ્રત ચક્રવર્તીએ ઉમેર્યું હતું કે, “ઇન્ડસઇન્ડ બેંકે એડોબમાંથી એન્ટરપ્રાઇઝ ક્લાસ એન્ટરપ્રાઇઝ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પર કોર્પોરેટ વેબસાઇટનો અમલ કર્યો છે. બેંક એના ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા ઇચ્છતી હતી એટલે એની વેબસાઇટને સુધારવાનો નિર્ણય લીધો હતો. નવી વેબસાઇટ SEO માટે અસરકારક બનાવવામાં આવી છે અને એટલે બ્રાન્ડનું મહત્ત્વ સુધારે છે. સાઇટનો અમલ એડોબ એક્સપિરિયન્સ મેનેજરના લેટેસ્ટ વર્ઝન પર થાય છે, જે યુઝરને વિશિષ્ટ બ્રાઉઝિંગ અનુભવ ઓફર કરશે.”ઇન્ડિગો કન્સલ્ટિંગના ચીફ ડિજિટલ ઓફિસર શ્રી ક્રિષ્ના ચંદાલુરીએ કહ્યું હતું કે, “ઇન્ડિગો કન્સલ્ટિંગમાં અહીં અમને બધાને ઇન્ડસઇન્ડ બેંક સાથે અમારા લાંબા ગાળાના સંબંધ પર અતિ ગર્વ છે. અમે ઇન્ડસઇન્ડ બેંક સાથે સંયુક્તપણે આ પરિવર્તનની સફર શરૂ કરી હતી તથા ઇન્ડસઇન્ડ બેંકના તમામ ગ્રાહકોને વધુને વધુ સુવિધાઓ પ્રદાન કરવા અમે અદ્યતન ટેકનોલોજી, શ્રેષ્ઠ રચનાત્મક અને સ્ટ્રેટેજી ટેલેન્ટ અને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રક્રિયાઓ લાવવા આ પાર્ટનરશિપમાં હંમેશા રોકાણ કર્યું છે. હું ઇન્ડસઇન્ડ બેંક આઇટી, ટેકનોલોજી અને માર્કેટિંગની ટીમના મુખ્ય સભ્યોને વિશેષ આભાર માનું છું, જેમણે આ સ્ટ્રેટેજિક પ્રોજેક્ટના ડિલિવરી સમયગાળા દરમિયાન માર્ગદર્શન અને સપોર્ટ આપ્યો છે.”