ઇન્ફોસિસના સહ-સ્થાપકના પરિવારજનોએ કંપનીના 85 લાખ શેર વેચ્યા

share-market-news-india
|

July 25, 2020, 6:18 PM

| updated

July 25, 2020, 6:19 PM


Infosys co-founder D Shibulal, family sold 8.5 million equity stock of company.jpg

www.vyaapaarsamachar.com

મુંબઇઃ ઇન્ફોસિસના સહ-સ્થાપક એસ.ડી. શિબૂલાલના પરિવારના સભ્યોએ 22થી 24 જુલાઇ દરમિયાન કંપનીના 85 લાખ શેરનું માર્કેટમાં વેચાણ કર્યુ છે. એક નિયામકીય માહિતીમાં આ માહિતી આપી છે. બીએસઇને અપાયેલી આ માહિતી મુજબ શિબૂલાલના દિકરા શ્રેયસે 22, 23 અને 24 જુલાઇ 2020ના રોજ સ્ટોક એક્સચેન્જના પ્લેટફોર્મથી ઇન્ફોસિસ લિમિટેડના 40 લાખ ઇક્વિટી શેર વેચ્યા છે જે કંપનીના કુલ ઇક્વિટી સ્ટોકના 0.09 ટકા શેર છે. માહિતી મુજબ શ્રેયસની અગાઉ ઇન્ફોસિસમાં હિસ્સેદારી 0.66 ટકા હતી જે તાજેતરની વેચવાલી બાદ ઘટીને 0.56 ટકા થઇ ગઇ છે.    

દેશની બીજી સૌથી મોટી આઇટી કંપનીએ વધુ માહિતી આપતા જણાવ્યુ છ કે ઇન્ફોસિસના કો-ફાઉન્ડર શિબૂલાલના જમાઇ ગૌરવ મનચંદાએ 18 લાખ શેર (0.04 ટકા હિસ્સો) વેચ્યા છે જ્યારે પ્રપૌત્ર મિલન શિબૂલાલ મનચંદા એ તે જ દિવસે પોતાના 15 લાખ શેર (0.03 ટકા હિસ્સો) વેચ્યા છે. ગૌરવની હિસ્સેદારી હવે ઘટીને 0.32 ટકા રહી ગઇછે જ્યારે મિલનનું શેરહોલ્ડિંગ હવે ઘટીને 0.33 ટકા રહી ગયુ છે. એસડી શિબૂલાલની પત્નીએ ઇન્ફોસિસના 12 લાખ શેર (0.03 ટકા) વેચી અને તેમનું શેરહોલ્ડિંગ હવે ઘટીને 0.22 ટકા થઇ ગયુ છે.   

ઇન્ફોસિસના સહ-સ્થાપક છે શિબૂલાલ

એનઆર નારાયણ મૂર્તિ અને અન્ય પાંચ લોકોની સાથે એસડી શિબૂલાલે વર્ષ 1981માં ઇન્ફોસિસની સ્થાપના કરી હતી. વર્ષ 2011-2014 સુધી શિબૂલાલ ઇન્ફોસિસના સીઇઓઅને એમડી પદે રહ્યા હતા. સીઇઓ અને એમડી બન્યા તે પહેલા વર્ષ 2007-2011 સુધી કંપના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કામગીરી કરી હતી. હાલમાં તેઓ એક્સિલર વેન્ચર્સ મારફતે ટેકલોનોજી સ્ટાર્ટઅપ્સમાં મૂડીરોકાણ કરી રહ્યા છે, જેની તેમણે ઇન્ફોસિસના સહ-સ્થાપક ક્રિસ ગોપાલકૃષ્ણનની સાથે મળીને સ્થાપના કરી છે.

Web Title: Infosys co-founder D Shibulal, family sold 8.5 million equity stock of company