ઇશા અને આકાશ અંબાણીએ કાઠું કાઢ્યું, ફોર્ચ્યુન '40 અંડર 40'માં સ્થાન મેળવ્યું

india-news
|

September 02, 2020, 8:55 PM

| updated

September 02, 2020, 9:05 PM


Isha and Akash Ambani debut on Fortune's '40 Under 40' influencer list.jpg

www.vyaapaarsamachar.com

ભારતના સૌથી મોટા ધનિક વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી બાદ હવે તેમના સંતાનો પણ કોર્પોરેટ સેક્ટરમાં એક ઉંચુ સ્થાન હાંસલ કરવામાં સફળ થયા છે. મુકેશ અંબાણીના જુડવા બાળક ઇશા અંબાણી અને આકાશ અંબાણી ફોર્ચ્યુનની ’40 અંડર 40’ની યાદીમાં સ્થાન હાંસલ કરવામાં સફળ થયા છે. ફાઇનાન્સ, ટેકનોલોજી, હેલ્થકેર, પોલિટિક્સ તેમજ મીડિયા અને એન્ટરટેઇન્મેન્ટની કેટેગરીમાં ફોર્ચ્યુને યાદી જાહેર કરી છે. દરેક કેટેગરીમાં દુનિયાની 40 પ્રભાવશાળી વ્યક્તિઓને શામેલ કરવામાં આવી છે જેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે. ઇશા અને આકાશ અંબાણીનું નામ ટેકનોલોજીની કેટેગરીમાં શામેલ કરાયુ છે.  

ઉપરાંત વધુ એક ભારતીય એવા ઓનલાઇન એજ્યુકેશન સ્ટાર્ટઅપ્સ Byjuના સ્થાપક બૈજુ રવિંદરને પણ ફોર્ચ્યુન ’40 અંડર 40’ની પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સ્થાન મેળવ્યુ છે.   

ફોર્ચ્યુનના મતે જુડવા સંતાન ઇશા અને આકાશે જિયોને આગળ ધપાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ બંને એ કોરોના કટોકટી વખતે જ ફેસબુકની સાથે 9.99 ટકા હિસ્સેદારી વેચવાની માટે 5.7 અબજ ડોલરની મેગા ડીલ સફળતાપૂર્વક પાર પાડી છે. ઉપરાંત ગૂગલ, ક્વાલકોમ અને ઇન્ટેલ જેવી દિગ્ગજ આઇટી કંપનીઓને પણ રિલાયન્સ સાથે જોડાવવા અને રોકાણ કરવા આકર્ષિત કરી છે.

જિયોમાર્ટના લોન્ચિંગમાં આકાશ અને ઇશા અંબાણીની કામગીરીની ફોર્ચ્યુને પ્રશંસા કરી છે. મે મહિનામાં જ રિલાયન્સે જિયોમાર્ટનું લોન્ચિંગ કર્યુ હતુ.

Web Title: Isha and Akash Ambani debut on Fortune’s ’40 Under 40′ influencer list