ઈંગ્લેન્ડ vs પાકિસ્તાન : ટેસ્ટ સિરિઝમાં નવો નિયમ, વિશ્વ કક્ષાએ લાવવાની તૈયારી

cricket-news-india
|

August 05, 2020, 9:30 PM

| updated

August 05, 2020, 9:51 PM


ICC To Use Front Foot No-Ball Tech For England-Pakistan Test Series (1).jpg

www.vyaapaarsamachar.com

માન્ચેસ્ટર : પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ફ્રન્ટ-ફુટ ટેકનોલોજીનો ઉપયોગ થશે. આઇસીસીએ આ વાતની પુષ્ટિ કરી છે. આઇસીસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ‘ફ્રન્ટ ફુટ નો બોલ’ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ટેસ્ટ ક્રિકેટમાં ભવિષ્યમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેતા પહેલા આ સિરિઝમાં ‘ફ્રન્ટ ફુટ નો બોલ’ ટેકનોલોજી હેઠળના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવશે.

આ નવો નિયમ કેવી રીતે કામ કરશે ?

આ ટેકનોલોજી હેઠળ તમામ બોલીંગ વખતે ત્રીજા એમ્પાયર જોશે કે, બોલરનો પગ ક્યાં પડી રહ્યો છે અને જો નો-બોલ છે તો મેદાનમાં ઉભેલ એમ્પાયરને તે બાબતની જાણકારી આપશે. જોકે ત્રીજા એમ્પાયર આદેશ ન આપે ત્યાં સુધી મેદાનમાં ઉભેલ એમ્પાયર ફ્રાન્ટ ફુટ નો બોલ અંગે કોઈ નિર્ણય લઈ શકશે નહીં. જોકે મેદાનમાં ઉભેલ એમ્પાયર માત્ર મેદાનના નિર્ણયો માટે જવાબદાર રહેશે.

જો આ અંગેની કોઈપણ શંકા ઉભી થાય તો બોલરને તેનો ફાયદો થશે અને નો-બોલ આપવામાં મોડુ કરાશે તો મેદાનમાં ઉભેલ એમ્પાયર પોતાના દ્વારા આઉટ (જો બેટ્સમેનને આઉટ અપાયો હોય તો) અપાયેલા નિર્ણયને બદલશે અને નો-બોલ જાહેર કરશે.

Web Title: ICC To Use Front Foot No-Ball Tech For England-Pakistan Test Series