ઈન્શ્યોરન્સ સેક્ટર રિકવરીના પંથે: નવા કારોબારનું પ્રીમિયમ 6.9% વધ્યું
insurance
|
August 08, 2020, 8:31 PM
| updated
August 08, 2020, 8:31 PM

નવું નાણાંકીય વર્ષ કોર્પોરેટ સેક્ટર માટે અભિશાપ સમાન સાબિત થઈ રહ્યું છે. વર્ષ 21માં વૃદ્ધિના પ્રથમ સંકેતો દર્શાવતા, જીવન વીમા કંપનીઓના નવા વ્યવસાય પ્રીમિયમ જુલાઇમાં વાર્ષિક ધોરણે 6.9 ટકા વૃદ્ધિદર નોંધાયો છે. નવા વ્યવસાયનું પ્રીમિયમ રૂ. 22,986.10 કરોડ રહ્યું છે.
ભારતમાં કોરોનાવાયરસ ફાટી નીકળ્યો અને ત્યારબાદ 25 માર્ચથી સમગ્ર દેશમાં કોરોનાને પગલે લોકડાઉન લાગુ થયું ત્યારબાદ જીવન વીમા કંપનીઓએ પ્રથમ વખત વર્ષમાં માસિક પ્રીમિયમ કલેક્શનમાં વૃદ્ધિ નોંધાવી છે.
ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(IRDAI)ના ડેટા દર્શાવે છે કે એપ્રિલ 1 થી 31મી જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન જીવન વીમા કંપનીઓનું પ્રીમિયમ વાર્ષિક ધોરણે 12% ઘટીને 72,321.53 કરોડ રૂપિયા રહ્યું હતું.
સેક્ટરની ખાનગી વીમા કંપનીઓએ જુલાઇ 2020 માં પ્રથમ વર્ષના પ્રીમિયમ કલેક્શનમાં 26 ટકાનો વધારો થયો છે અને તે રૂ. 7815.14 કરોડ રહ્યું હતુ. જીવન વીમા નિગમ (એલઆઈસી)એ 15,170.95 કરોડ રૂપિયાનું પ્રીમિયમ મેળવ્યું છે,જે અગાઉના વર્ષની સરખામણીએ 0.9% ઓછું છે.
લોકડાઉન બાદની સ્થિતિ :
માર્ચના અંતિમ દિવસોમાં લોકડાઉન લાગુ થયુ હતુ છતા પ્રથમ વર્ષના ઈન્શ્યોરન્સ કલેકશનમાં એ મહિને પણ 32%નો ઘટાડો થયો હતો.હતો. એપ્રિલમાં 32.6%, મે માસમાં 25.4% અને 10.5%નો ડીગ્રોથ પ્રીમિયમ કલેક્શનમાં જોવા મળ્યો હતો.
31મી જુલાઈ, 2020ના રોજ ઈન્શ્યોરન્સ કંપનીઓનો કલેક્શન રીપોર્ટ :
Web Title: Life insurers see first signs of growth since lockdown, premium 6.9% up in July