ઈરાને આપ્યો ભારતને મોટો ઝટકો, આ મહત્વના પ્રોજેક્ટ માંથી ONGC બહાર

india-news
|

July 17, 2020, 5:36 PM

| updated

July 17, 2020, 5:47 PM


Iran gave a big tweak to India, ONGC out of this important project.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : ચાબહાર-જાહીદાન રેલવે પ્રોજેક્ટમાંથી ભારતના બહાર થવાના સમાચાર આવ્યા બાદ હવે ઇરાનના વધુ એક મોટી પરિયોજનામાં એકલું આગળ વધી શકે છે. આ પ્રોજેક્ટ ગેસ ફિલ્ડ ફારજાદ-બી બ્લોકના વિકાસને લઈને છે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવએ ગુરુવારે પ્રેસ બ્રિફિંગ દરમ્યાન જણાવ્યા હતું કે ભારતને સૂચના આપવામાં આવી છે કે હાલ તે ગેસ ફીલને એકલા જ વિકસિત કરવા જઈ રહ્યું છે. ઈરાને જણાવ્યું છે કે ભારત આ પરિયોજનામાં પછીથી સામેલ થઇ શકે છે.

ફરજાદ-બી ગેસ ફિલ્ડ કરારમાંથી ONGC બહાર

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે ફરજાદ-બી ગેસ ફિલ્ડ કરારને લઈને પણ ઘણા સમાચારો ચાલી રહ્યા છે, એમાં એક્સ્પ્લોરેશન સ્ટેજમાં ભારતની ONGC કંપની પણ સામેલ હતી. જોકે, ઈરાન તરફથી નીતિગત પરિવર્તનો કરતા દ્વિપક્ષીય સહયોગ પર અસર પડ્યો છે. જાન્યુઆરી 2020માં અમને જણાવવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં ઈરાન પોતાની રીતે જ આ ગેસફિલ્ડનો વિકાસ કરશે અને તે ત્યારબાદના તબક્કામાં ભારતનો સહયોગ ઈચ્છે છે. આ મુદ્દે હાલ ચર્ચા ચાલી રહી છે.

ભારતે વર્ષ 2009 થી જ ગેસ ફિલ્ડનો કોન્ટ્રાકટ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. ફરઝાદ-બી બ્લોકમાં 21.6 ટ્રિલિયન ક્યુબિક ફુટ ગેસનો ભંડાર છે. રિપોર્ટ્સ મુજબ, ફરઝાદ-બી બ્લોક ડેવલપમેન્ટ જે પહેલા ઈરાન અને ONGC વિદેશનું સંયુક્ત સાહસ હતું , હવે આ કામ કોઈ સ્થાનિક કંપનીને સોંપવામાં આવશે. અમેરિકાએ ઈરાન સાથેના પરમાણુ કરારને સમાપ્ત કરીને તેના પર તમામ પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા હતા, જેની અસર ઈરાનમાં ભારતના પ્રોજેક્ટ્સ પર પણ થઈ હતી.

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઇરાન અને ચીન 25 વર્ષ માટે 400 અબજ ડોલરના વ્યૂહાત્મક અને આર્થિક કરારને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે. ઇરાન-ચીન વ્યૂહાત્મક ભાગીદારી અંગે ઈરાન સંસદની મંજૂરીની પ્રતીક્ષા છે.

Web Title: Iran gave a big tweak to India, ONGC out of this important project