ઉબેર ભારતમાં કરશે ભરતી, ટેક ટીમમાં કરશે સામેલ

india-news
|

August 05, 2020, 10:05 PM


Uber To Hire 140 Engineers For Bengaluru And Hyderabad Teams.gif

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : મોબાઈલ એપ દ્વારા ટેક્સી બુકિંગ સેવાઓ આપતી કંપની ઉબેર દેશમાં 140 એન્જિનિયરોની ભરતી કરી રહી છે. કંપનીના બેંગ્લોર અને હૈદરાબાદ સ્થિત ટેકનોલોજી ટીમમાં એન્જિનિયરોને સામેલ કરશે.

ભારતીય માર્કેટમાં અમેરિકાની કંપની ઉબેરની પ્રતિસ્પર્ધી સ્થાનિ કંપની ઓલા છે. કંપનીના હૈદરાબાદ અને બેંગ્લોરમાં આવેલી ઓફિસમાં 600થી વધુ કર્મચારીઓ કામ કરે છે. કોરોના સંકટના કારણે કંપનીના ડ્રાઈવર અને ગ્રાહક સપોર્ટ ઓપરેશન્સમાં અવરોધ ઉભો થયો છે. સાથે જ કંપનીનું કામકાજ પણ લગભગ બંધ હાલતમાં છે, જેના કારણે કંપનીએ લગભગ 600 કર્મચારીઓની આગામી ત્રણ મહિનામાં છટણી કરવાની મે મહિનામાં જાહેરાત કરી હતી.

ઉબેરે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું કે, કંપની તેની બેંગ્લોર અને હૈદરાબાદ સ્થિત ટેક્નોલોજી ટીમ માટે વધુ 140 એન્જિનિયરોની ભરતી કરી રહી છે. આ કર્મચારી મોટરસાયકલ ડ્રાઇવરો, ડ્રાઇવરોની વૃદ્ધિ, સપ્લાય, માર્કેટ, ગ્રાહક સેવા, ડિજિટલ પેમેન્ટ, જોખમ અને પાલન, સુરક્ષા અને નાણાકીય ટેકનોલોજીના ક્ષેત્રમાં અત્યાધુનિક ઉત્પાદનોનો વિકાસ કરશે.’

કંપનીએ કહ્યું કે, આ વિસ્તરણ યોજના દેશમાં પરિવહન અને સપ્લાય સુવિધાઓને વધુ સુલભ બનાવવાના તેના લક્ષ્ય સાથે જોડાયેલ છે. કંપનીનું લક્ષ્ય વિશ્વના હજારો શહેરોમાં પરિવહનની મુખ્ય કડી બનવાનું છે. ઉબેરે તાજેતરમાં તેના વૈશ્વિક ફાઇનાન્સ ટેક્નોલોજી વિભાગના વડા તરીકે જયરામ વલ્લીયુરની નિમણૂક કરી. આ પહેલા વલ્લિયુરે એમેઝોનમાં 14 વર્ષ કામ કર્યું છે.

Web Title: Uber To Hire 140 Engineers For Bengaluru And Hyderabad Teams