એપ્રિલ-જૂનમાં ફક્ત 10 ટકા કારખાનાઓમાં જ ઉત્પાદન વધ્યું : સર્વે 

msmes
|

July 20, 2020, 11:38 AM


Only 10% manufacturing units report higher output in Apr-Jun Ficci Survey.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં માત્ર 10 ટકા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં જ ઉત્પાદનમાં વધારો થયો હતો.ઉદ્યોગ સંસ્થા ફિક્કીના ત્રિમાસિક સર્વેમાં આ માહિતી આપવામાં આવી છે. તેનાથી પાછલા ત્રિમાસિક ગાળામાં મેન્યુફેક્ચરિંગ યુનિટના ઉત્પાદનમાં 15 ટકાનો વધારો થયો છે.  આ સર્વેમાં MSME ક્ષેત્રના 300 થી વધુ મેન્યુફેક્ચરિંગ યુનિટના ડેટા સામેલ છે. આ એકમોનું સંયુક્ત વાર્ષિક ટર્નઓવર 2.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું છે.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉન પ્રતિબંધો હળવા થયા બાદ માંગ અને મોજુદ ઓર્ડર જોતા કારખાનાઓમાં સંચાલનની બાબતમાં ઓટો સેક્ટરને સૌથી વધુ ફટકો પડ્યો છે. વધુમાં અન્ય જે સેક્ટરનું સંચાલન નીચલા સ્તરે છે તેમાં ચામડા અને ફૂટવેર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સ અને કાપડ મશીનરી સમાવેશ થાય છે.

સર્વેમાં સામેલ 90 ટકા લોકોએ જણાવ્યું હતું કે એપ્રિલ-જૂન 2020-21માં ઓછું અથવા બરાબર ઉત્પાદન થયું હોવાની વાત કહી હતી. 2019-20ના અંતિમ ક્વાર્ટરમાં આ કહેનારાની સંખ્યા 85 ટકા હતી. મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે નવી નોકરીઓ ઉભી કરવાનું પણ અઘરું સાબિત થઇ શકે છે.

સર્વેમાં સામેલ 85 ટકા યુનિટ્સે જણાવ્યું હતું કે તેઓ આગામી ત્રણ માસ દરમિયાન નવી વધારાની ભરતીઓ નહીં કરે. ફિક્કીએ કહ્યું કે ગયા નાણાકીય વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ભરતીઓ બાબતે આ સૂચન કરતા એકમોની સંખ્યા 78 ટકા હતી. કોવિડ -19 ને કારણે નિકાસ પરિદ્રશ્ય પણ નબળું લાગે છે. ફક્ત આઠ ટકા યુનિટ્સે જણાવ્યું હતું કે તેઓને 2020-21 ના પહેલા ક્વાર્ટરમાં નિકાસમાં વધારો થવાની ધારણા છે.

Web Title: Only 10% manufacturing units report higher output in Apr-Jun: Ficci Survey