એમેઝોન ઇન્ડિયાએ 18 માસમાં એક અબજ ડોલરની નિકાસ કરી 

startup
|

July 21, 2020, 4:44 PM


Amazon India says exports clock  $1 billion in 18 months.png

vyaapaarsamachar.com

અમદાવાદ : ઈ-કોમર્સ કંપની એમેઝોનના વૈશ્વિક વેચાણ કાર્યક્રમ હેઠળ ભારતીય MSME અને બ્રાન્ડની કુલ નિકાસ બે અબજ ડોલરને પાર કરી ગઈ છે તેમ  કંપનીએ જણાવ્યું છે. નિવેદન મુજબ એમેઝોને 2015 માં જીએસપી પ્રોગ્રામ રજૂ કર્યો હતો. આ અંતર્ગત, ભારતીય કંપનીઓને એમેઝોનની 15 વેબસાઇટ દ્વારા વિશ્વભરમાં તેમના માલની નિકાસ કરવાની તક મળે છે. અગાઉ આ પ્રોગ્રામમાં ખુબ ઓછા વિક્રેતાઓ હતા જેમની સંખ્યા હવે 60,000 વટાવી ગઈ છે.

આ વર્ષે જાન્યુઆરીમાં એમેઝોન દ્વારા 2025 સુધીમાં જીએસપી દ્વારા કુલ 10 અબજ ડોલરની નિકાસ કરવાની પ્રતિબદ્ધતા દર્શવાઈ હતી. એમેઝોન ઈન્ડિયાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને કન્ટ્રી હેડ અમિત અગ્રવાલે કહ્યું કે એમએસએમઇ એ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે છેલ્લાં 18 માસ દરમિયાન ભારતીય બ્રાન્ડની નિકાસ એક અબજ ડોલરને વટાવી ગઈ છે. 

વધુમાં તેઓએ કહ્યું હતું કે MSMEને ડિજિટાઇઝ કરીને એમેઝોન નિકાસને વેગ આપવા અને રોજગાર નિર્માણ માટે ફાળો આપી રહ્યું છે. આનાથી દેશના સર્વવ્યાપક આર્થિક વિકાસને સશક્ત બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે જીએસપી દ્વારા કરવામાં આવેલી નિકાસ હવે બે અબજ ડોલર એટલે કે રૂ. 30,000 કરોડની સપાટીને પાર કરી ગઈ છે.અગ્રવાલે કહ્યું કે આ પ્રોગ્રામથી કોવિડ -19 કટોકટી દરમિયાન પણ એમએસએમઇને તેનો એક્સપોર્ટ બિઝનેસ જાળવી રાખવામાં મદદ મળી. આનાથી સેંકડો પરિવારોને આર્થિક ટેકો મળ્યો છે.

Web Title: Amazon India says exports clock  $1 billion in 18 months