એમેઝોન લાવી રહ્યું છે ‘પ્રાઈમ ડે સેલ’, જાણો કેશબેક સહિતની ઓફર

startup
|

July 21, 2020, 10:00 PM


Amazon Prime Day 2020 Sale Kicks Off on August 6 in India (1).jpg

www.vyaapaarsamachar.com

  • એમેઝોનના પ્રાઇમ ડે સેલની મોટાભાગના લોકો રાહ જોતા હોય છે
  • પ્રાઇમ ડેની શરૂઆત 6 ઓગસ્ટની મધ્યરાત્રિથી થશે
  • આ સેલ 48 કલાક ચાલશે, નવા ઉત્પાદનો 6 અને 7 ઓગસ્ટના રોજ લોંચ થશે
  • આ સેલમાં શ્રેષ્ઠ ડીલ્સ, બ્લોકબસ્ટર મનોરંજન અને ઘણું બધુ જોવા મળશે

બેંગ્લોર : દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોને તેના પ્રાઈઝ મેમ્બર્સો માટે પ્રાઇમ ડે સેલની જાહેરાત કરી છે. દેશભરના ગ્રાહકો એમેઝોનના પ્રાઇમ ડે સેલની રાહ જોતા હોય છે. એમેઝોન ભારતમાં તેના ચોથા વર્ષમાં પ્રાઇમ ડે સેલ 6 ઓગસ્ટની મધ્યરાત્રિથી શરૂ કરશે અને આ સેલ 48 કલાક ચાલશે. આમાં મેમ્બર્સોને તેમના ઘરે આરામ અને સલામતી સાથે બે દિવસ સુધી ઉત્તમ શોપિંગ, બચત અને બ્લોકબસ્ટર મનોરંજન પણ મળી રહેશે.

હજારો એમેઝોન વિક્રેતાઓના ઉત્પાદનો જોવાની અને ખરીદવાની તક

કંપનીનું કહેવું છે કે, આ પ્રાઇમ ડે સેલ પર પ્રાઈમ મેમ્બર્સોને હજારો નાના અને મધ્યમ ઉદ્યોગોના વિશિષ્ટ ઉત્પાદનોની ઓફર કરવામાં આવશે, જે તેમને કોરોના કાળમાં પડકારોનો સામનો કરવામાં મદદ કરશે. સભ્યોને લોકલ શોપ, એમેઝોન લોન્ચપેડ, એમેઝોન સહેલી અને એમેઝોન આર્ટિઝન જેવા વિવિધ પ્રોગ્રામ હેઠળ હજારો એમેઝોન વિક્રેતાઓના ઉત્પાદનો જોવાની અને ખરીદવાની તક મળશે. આ સાથે તેઓ લાખો નાના વેપારીઓ દ્વારા આપવામાં આવેલા સોદા અને ઓફર્સનો આનંદ પણ માણી શકશે. પ્રાઇમ ડેને વધુ લાભદાયક બનાવવા માટે સભ્યો તેમના પ્રાઇમ ડે ખરીદી પર નાના અને મધ્યમ ઉદ્યોગો દ્વારા પ્રદાન કરવામાં આવતી લાખો અનન્ય ઉત્પાદનોની ખરીદી પર 20 ટકા (200 રૂપિયા) સુધીનું કેશબેક મેળવી શકે છે.

કેશબેક ઓફર

એમેઝોન ઇન્ડિયાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને કન્ટ્રી મેનેજર અમિત અગ્રવાલે કહ્યું હતું કે આ વર્ષે પ્રાઇમ ડે ફરી આવી રહ્યો છે, જે આપણા મેમ્બર્સોને ઘરે સલામત રાખી વધુ સારી ડીલ, સેંકડો નવા પ્રોડક્ટ લોંચ, બ્લોકબસ્ટર મનોરંજન સહિતની બે દિવસ (6 અને 7 ઓગસ્ટ)તક આપશે. તેમણે કહ્યું કે, કંપની આ ડેને લઈને ખુબ જ ઉત્સાહિત છે. સ્થાનિક સ્ટોર્સ, કારીગરો અને મિત્ર ઉદ્યોગસાહસિકો સહિત હજારો નાના ઉદ્યોગો પાસેથી ખરીદતી વખતે સભ્યો કેશબેક મેળવી શકશે અને આ મુશ્કેલ સમયમાં તેમના વ્યવસાયોને ટેકો પણ મળી રહેશે.

કંપનીના વિશ્વભરમાં 15 કરોડ પ્રાઈમ મેમ્બર

કંપનીના વિશ્વભરમાં 15 કરોડ પ્રાઈમ મેમ્બર છે. ફ્રી ડિલીવરી, અનલિમિટેડ વિડિઓ, એડ-ફ્રી મ્યુઝિક, એક્સક્લુઝિવ ડીલ્સ, લોકપ્રિય મોબાઇલ ગેમ્સ પર ફ્રી ઇન-ગેમ કન્ટેન્ટ્સ વગેરે જેવા મુખ્ય લાભો માણવા માટે દર મહિને 129 રૂપિયામાં પ્રાઇમ મેમ્બર્સ બની શકાય છે.

Web Title: Amazon Prime Day 2020 Sale Kicks Off on August 6 in India