એરલાઈન્સ ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી 4 લાખ લોકોએ ગુમાવી નોકરી, આંકડો પહોંચશે 2.5 કરોડને પાર

auto-news-india
|

July 25, 2020, 12:56 PM


એરલાઈન્સ ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી 4 લાખ લોકોએ ગુમાવી નોકરી આંકડો પહોંચશે 2.5 કરોડ.jpeg

vyaapaarsamachar.com

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉડાનો પર લાગેલ પ્રતિબંધ અને ઘરેલુ સ્તર પર પ્રતિબંધની સાથે શરૂ થયેલ એરલાઈન્સ કંપનીઓને ઓપરેશન ચાલુ રાખવામાં હવે ખૂબ જ મુશ્કેલી આવી રહી છે. Covid-19 એ વૈશ્વિક સ્તર પર એરલાઈન્સ ઈંડસ્ટ્રીને ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત કરી છે. પહેલાથી આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલી કેટલીક એરલાઈન્સ કંપની હવે બરબાદીના કિનારા પર પહોંચી ગઈ છે. દુનિયાભરમાં લગભગ 4 લાખ લોકો આ સેક્ટરમં બેરોજગાર થઈ ગયા છે.

કર્મચારીઓને પગાર વગર રજા પર મોકલાયા :

એક રીપોર્ટ પ્રમાણે, અત્યાર સુધી આ સેક્ટરમાંથી 4 લાખ લોકોને પોતાની નોકરી ગુમાવવી પડી છે. જેમાંથી ઘણા કર્મચારીઓને પગાર વગર જ રજા પર મોકલી દેવામા આવ્યા છે. જ્યારે કે, ઘણી કંપનીઓ પોતાના કર્મચારીઓને કહી દીધુ છે કે, તેમની નોકરી આગળ જઈ શકે છે. તે માટે તેઓ પોતાની તૈયારી કરી લે.

આ એરલાઈન્સમાંથી સૌથી વધારે કર્મચારી કાઢવામાં આવ્યા :

રિપોર્ટ પ્રમાણે, બ્રિટિશ એરવેઝ, ડોયચે લુફ્થાંસા અજી, અમેરેટ્સ એરલાઈન અને ક્વાંટાસ એરવેઝ લિમિટેડે મોટી સંખ્યામાં કર્મચારીઓને નોકરીમાથી કાઢવામા આવ્યા છે. સાથે જ કેટલાક લોકોને પગાર વગર જ રજા પર મોકલી દેવામાં આવ્યા છે. અમેરિકામાં નોકરીમાં કપાતના પ્રતિબંધ બાદ પણ મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી થવાની સંભાવના છે.

પાયલટ અને કેબિન ક્રૂ વેતન કપાતનો સામનો કરી રહ્યા છે

ડેલ્ટા એર લાઈન્સ ઈંક, યૂનાઈટેડ એરલાઈન્સ હોલ્ડિંગ્સ ઈંક અને અમેરિકન એરલાઈન્સ ગૃપ ઈંકે પહેલા જ લગભગ 35 હજાર કર્મચારીઓને ચેતવણી આપી દીધી છે કે, તેમની નોકરી ખતરામાં છે. આ ત્રણેય કંપનીઓએ મળીને વર્ષના અંત સુધીમાં લગભગ 1 લાખ કર્મચારીઓને કાઢી શકે છે. અહીંયા સુધી કે, પાયલટ અને કેબિન ક્રૂ જેમની નોકરી હજુ બચેલી જે તેઓ પણ મોટા પ્રમાણમાં કપાતનો સામનો કરી રહ્યા છે.

દુનિયાભરમાં એરલાઈન્સ કર્મીઓની નોકરી જવાની સંભાવના :

રિપોર્ટ પ્રમાણે 4 લાખ નોકરીઓ જવાનો આ આંકડો દુનિયાભરની એરલાઈન્સમાંથી છે. જેમાં પાયલટ અને કેબિન ક્રૂ પણ સામેલ છે. ઈંટરનેશનલ એર ટ્રાંસપોર્ટ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે વિમાન નિર્માતાઓ, એન્જી નિર્માતાઓ, એરપોર્ટ અને ટ્રાવેલ એજન્સીઓ સહિત સંબંધિત ઈંડસ્ટ્રીમાં નોકરીઓનુ નુકસાન 2.5 કરોડ સુધી પહોંચી શકે છે. એયરબસ એસઈ અને બોઈંગ 30 હજારથી વધુ લોકોની છટણી કરી છે.

Web Title: 4 lakh jobs have been lost at airlines around the world during the pandemic