એર ઇન્ડિયાનાં પાયલોટ્સના પગારમાં 60 ટકા કાપની દરખાસ્તથી વિવાદ  

india-news
|

July 17, 2020, 10:43 AM


3.5 Percent pay cut for bosses and 60Percent for us, how this is justified Air India pilots.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ :  એર ઇન્ડિયાના પાયલોટ યુનિયનોએ આક્ષેપ લગાવતા કહ્યું છે કે કેન્દ્ર સરકારના આદેશ પર એર ઇન્ડિયા મેનેજમેન્ટ પાયલોટના પ્રદર્શનને આધારે વેતનમાં 60 ટકા કાપ મુકવાની યોજના બનાવી રહ્યું છે.  આ મુદ્દાને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન કોમર્શિયલ પાયલટ્સ એસોસિએશન અને ઇન્ડિયન પાયલટ ગિલ્ડે સંયુક્તરૂપે આક્ષેપ લાગાવ્યો છે કે આ યોજના કુલ પગારમાંથી 60 ટકા કાપની છે.

એર ઇન્ડિયાના સીએમડી રાજીવ બંસલને લખેલા પત્રમાં બંને યુનિયનોએ કહ્યું છે કે, મેનેજમેંટે  પાઇલટ્સના કુલ પગારમાં 60 ટકાનો ઘટાડો કરવાની પ્રસ્તાવિત યોજના બનાવી છે. જોકે સૌથી મોટી હાસ્યાસ્પદ વાત તે  છે કે ટોચનાં મેનેજમેન્ટે તેમના પગારમાં માત્ર 3.5 ટકાનો ઘટાડો કરવાનો પ્રસ્તાવ મુક્યો છે.

પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે મેનેજમેન્ટ ઓફિસરોના પગારમાં નજીવા ચાર ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે કો -પાયલોટના પગારમાં 60 ટકાનો ઘટાડો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.તેઓને બજાર કરતાં પહેલેથી ઓછો પગાર મળી રહ્યો છે. છે. તે કેવી રીતે તર્કસંગત હોઈ શકે? શું તે નિરંકુશ લોભ અને સ્વાર્થ નથી?  16 જુલાઈએ લખવામાં આવેલ પત્રમાં એરલાઇન મેનેજમેન્ટ અને મંત્રલાયના અધિકારીઓ સાથે કરવામાં આવેલ બેઠકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Web Title: 3.5 Percent pay cut for bosses and 60Percent for us, how this is justified: Air India pilots