એર ઇન્ડિયાને વેચવા સરકારે FDIના નિયમો બદલ્યા, NRI ખરીદી શકશે 100% હિસ્સો

share-market-news-india
|

July 28, 2020, 5:59 PM


Air India Govt notifies changes in FDI norms allowing NRIs to acquire up to 100% stake.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)એટલે કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણની નીતિમાં એક મોટો ફેરફાર કર્યો છે. જે હેઠળ હવે નોન રેસિડેન્ટ ઇન્ડિયન (એનલઆરઆઇ) એટલે કે પ્રવાસી ભારતીય પણ સરકારી માલિકીની વિમાન કંપની એર ઇન્ડિયામાં 100 ટકા સુધી મૂડીરોકાણ કરી શકે છે.આર્થિક બાબતોના વિભાગે જારી કરેલા નોટિફિકેશનમાં એવું જણાવ્યુછે કે એવુ થવા છતાં ફણ એરઇન્ડિયા લિમિટેડનો અંકુશ ભારતીય નાગરિકોના હાથમાં જ રહેશે.

નોટિફિકેશન મુજબ એર ઇન્ડિયામાં વિદેશી રોકાણ 49 ટકાથી વધારે નથી થઇ શકતુ ભલે તે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ અને ભલે તે કોઇ વિદેશી વિમાન કંપની દ્વારા કરવામાં આવતુ હોય. અલબત જો આ રોકાણ કોઇ એનઆરઆઇ કરે તો તે ઓટોમેટિર રૂટ મારફતે જ 100 ટકા સુધી વિદેશી રોકાણ કરી શકે છે.

ખાનગીકરણને આકર્ષક બનાવવાનો પ્રયત્ન  

કેન્દ્રિય કેબિનેટે માર્ચમાં જ પ્રત્યક્ષ વિદેશી રોકાણના નિયમોને મંજૂરી આપી દીધી હતી, જે હેઠળ એનઆરઆઇ એરઇન્ડિયામાં 100 ટકા શેર ખરીદવા માટે બોલી લગાવી શકે છે. સરકારે આવુ એટલા માટે કર્યુ કે જેથી એર ઇન્ડિયાનું ખાનગીકણ આકર્ષક બનાવી શકાય, કારણ કે આ પહેલા સરકારે ખરીદદારોને પોતાની તરફ ખેંચવા માટે જે પણ પ્રયાસો કર્યા હતા, જેમાં નિષ્ફળતા મળી છે.

સરકારે ખોટ કરતી એરઇન્ડિયામાં પોતાની હિસ્સેદારી વેચવાનો નિર્ણય લીધો છે. આ પહેલા પ્રવાસી ભારતીય એરઇન્ડિયામાં માત્ર 49 ટકા હિસ્સો ખરીદી શકતા હતા. સામાન્ય રીતે ભારતમાં વિદેશી રોકાણ 49 ટકા સુધી ઓટોમેટિક રૂટ મારફતે આવી શકે છે, તેનાથી વધારે રોકાણ માટે સરકારી મંજૂરી લેવી પડે છે.   

Web Title: Air India disinvestment : Govt notifies changes in FDI norms allowing NRIs to acquire up to 100% stake