એલેમ્બિક ફાર્માના તંદુરસ્ત પરિણામ, જૂન ક્વાર્ટરમાં નફો 144% વધ્યો
share-market-news-india
|
July 22, 2020, 8:54 PM
| updated
July 22, 2020, 8:56 PM

વડોદરાઃ અગ્રણી દવા કંપની એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના જૂન ક્વાર્ટરમાં પ્રોત્સાહક પરિણામ જાહેર કર્યા છે. ફાર્મા કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 301 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે જે વાર્ષિક તુલને નેટ પ્રોફિટમાં 144 ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 124નો ચોખ્ખો નફો કર્યો હતો. સમિક્ષાધીન ત્રિમાસિકગાલામાં કંપનીનું કુલ વેચાણ વાર્ષિક તુલનાએ 41 ટકા વધીને રૂ. 1341 કરોડે પહોંચી ગયુ છે. કંપનીનો વેરા પૂર્વેનો નફો 131 ટકા વધીને રૂ. 368 કરોડ રહ્યો છે.
EBITDA 108 ટકા વધીને રૂ. 416 કરોડ રહી છે તો EBITDA માર્જિન પણ વર્ષ પૂર્વેના 21 ટકાથી વધીને 31 ટકાએ પહોંચ્યો છે.
એલેમ્બિક ફાર્મા કંપનીનો શેર આજે ત્રિમાસિક પરિણામ જાહેર થયા બાદ સેશનના અંતે અડધો ટકો વધીને રૂ. 999.35ના સ્તરે બંધ થયો હતો. આજે રૂ.1009ના ભાવે ખૂલ્યા બાદ કામકાજ દરમિયાન શેર ઉપરમાં રૂ. 1044 અને નીચામાં રૂ. 919 થયો હતો.
કંપનીના એમડી પ્રવિણ અમિને જણાવ્યુ કે, તમામ વૈશ્વિક બજારમાં વૃદ્ધિને સમર્થન મળતા જૂન ત્રિમાસિક શ્રેષ્ઠ ક્વાર્ટર રહ્યુ છે. અસાધારણ પડકારજનક સંજોગો હોવા છતાં ઓપરેટિંગ ટીમે નફાકારકતા અને વૃદ્ધિની ખાતરી કરી છે
જૂન ક્વાર્ટર 2020ના પરિણામની મુખ્ય હાઇલાઇટ્સ
વિગત |
Q1 FY20 |
Q1 FY19 |
તફાવત |
EBITDA |
416 |
200 |
108% |
EBITDA (ટકામાં) |
31% |
21% |
|
કરવેરા પૂર્વેનો નફો |
368 |
160 |
131% |
ચોખ્ખો નફો (રૂ.કરોડમા) |
301 |
124 |
144% |
વૈશ્વિક કારોબારનો જૂન ક્વાર્ટરમાં દેખાવ
- ઇન્ટરનેશનલ ફોર્મ્યુલેશન બિઝનેસ 70 ટકાની વૃદ્ધિમાં રૂ. 771 કરોડ રહ્યો
- અમેરિકામાં જેનરિક દવાઓનું વેચાણ 73% ટકા વધીને રૂ. 596 કરોડે પહોંચ્યુ..
- અમેરિકા સિવાયના દેશોમાં કંપનીનો ફોમ્યુલેશન્સ બિઝનેસ 62%ની વૃદ્ધિમાં રૂ. 175 કરોડ થયું
- જૂન ક્વાર્ટરમાં કંપને 6 ANDAની મંજૂરી મેલવી, અત્યાર સુધી કૂલ 125 ANDA અપ્રુવલ્સ પ્રાપ્ત કરી
- કંપનીએ જૂન ક્વાર્ટરમાં 8 ANDAનું ફાઇલિંગ કર્યુ છે
ભારત ખાતે કંપનીના ફોર્મ્યુલેશન્સ બિઝનેસનો નબળો દેખાવ
જૂન ક્વાર્ટર દરમિયાન એલેમ્બિક ફાર્મા કંપનીના ફોમ્યુલેશન્સ બિઝનેસ ભારતીય બજારમાં દેખાવ નબળો રહ્યો છે. ભારતમાં કંપનીની ફોમ્ય્લેશન્સ બિઝનેસમાંથી કમાણી 6 ટકા ઘટીને રૂ. 306 કરોડ નોંધાઇ છે. અમેરિકન માર્કેટમાં ફોમ્યુલેશન્સ બિઝનેસમાં 73 ટકા અને અમેરિકા સિવાયના બજારોમાં 62 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. તો સમિક્ષાધીન સમયગાળામાં કંપનીનો એપીઆઇ બિઝનેસ પણ 54 ટકા વધીને રૂ. 264 કરોડ નોંધાયો છે.
વિગત |
Q1 FY20 |
Q1 FY19 |
તફાવત |
ફોર્મ્યુલેશન |
|||
અમેરિકા એમરિકા સિવાય |
596 175 |
345 108 |
73% 62% |
ભારત |
306 |
324 |
-6% |
એપીઆઇ |
264 |
172 |
54% |
કુલ (રૂ.કરોડમાં) |
1341 |
949 |
41% |
Web Title: Alembic Pharma net profit jumps 144% to Rs 301.46 crore in June quarter 2020