ઓગષ્ટ સીરીઝની મિશ્ર શરૂઆત: સેન્સેકસ-નિફટીમાં ભારે ઉતારચઢાવ, બેંક નિફટી 150 અંક નીચે
share-market-news-india
|
July 31, 2020, 11:36 AM
| updated
July 31, 2020, 11:46 AM

vyaapaarsamachar.com
અમદાવાદ : જુલાઈ વાયદાની કડાકાભેર વિદાય બાદ આજે નવી સીરીઝની પણ ફ્લેટ શરૂઆત બજારમાં અફરાતફરીનો માહોલ છે. સેન્સેકસ અને નિફટી પોઝીટીવ નેગેટીવ ઝોનમાં ઝોલા ખાઈ રહ્યાં છે.
સેન્સેકસ 88 અંકોના ઘટાડે 37,646ના લેવલે ટ્રેડ કરી રહ્યો છે. આજે સેન્સેકસ 37,847.88 પર ખુલીને 37,537.80 સુધી ઘટ્યો હતો અને ફરી શાર્પ રિકવરી સાથે 37,900 સુધી ઉંચકાયો હતો પરંતુ, ઉપલા મથાળે ફરી HDFC બેંક અને રિલાયન્સના પ્રેશર વચ્ચે હવે મધ્યસત્ર સુધીમાં ઘટ્યો છે.
આજે આઈટી, સરકારી બેંકો અને IT શેરમાં તેજી જોવા મળી રહી છે. સામે પક્ષે HDFC બેંક અને રિલાયન્સમાં ઘટાડો નોંધાયો છે.
આજે ફરી HDFC બંધુઓ બજારમાં દબાણ સર્જી રહ્યાં છે. HDFC બંધુ અને રિલાયન્સ 200 અંકોનું દબાણ સર્જી રહ્યાં છે તો સામે પક્ષે તમામ સેન્સેકસના IT શેર 100 અંકોની તેજી સર્જી રહ્યાં છે.
Web Title: August Series Start With Heavy Volatility, Bank Nifty Tank 150 Pts, Sensex-Nifty Down by 0.20%