ઓગસ્ટ સુધીમાં કોવિડ-19 વેક્સીનના સારા સમાચાર મળવાની આશા : ભારત બાયોટેક

india-news
|

July 30, 2020, 4:51 PM

| updated

July 30, 2020, 5:05 PM


Hope To Get Good Data On Covid-19 Vaccine By August, Say Bharat Biotech (1).jpgImage Credit: Representative Image

www.vyaapaarsamachar.com

જયપુર : ભારતમાં સસ્તી રસીનો અભાવ છે. જ્યારે પણ આપણે રસી અંગે વાત કરતાં હતા ત્યારે આપણા મગજમાં પશ્ચિમી દેશો જેવા યુરોપિયન દેશોના નામ જ આવતા હતાં, પરંતુ હવે આનંદ વાત એ છે કે, ભારતે કોરોના વાયરસના ચેપને રોકવા માટે પહેલેથી જ 2 રસી વિકસાવી છે. કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) રાજસ્થાન તરફથી પિંકસિટી ખાતે યોજાયેલા વેબિનાર ‘હેલ્થકેર કોનક્લેવ’માં ભારત બાયોટેક લિમિટેડના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા એલાએ આ મુજબ જણાવ્યું હતું.

કોરોના રસી વિશેના આ વેબિનારમાં સુચિત્રા એલાએ રસીની વર્તમાન સ્થિતિથી સભ્યોને વાકેફ કર્યા. એલાએ આ દરમિયાન જણાવ્યું કે, આ રસી ભારત બાયોટેક ઝાયડસ કેડિલા બંને સંસ્થાઓ તરફથી રસી વિકસાવવામાં આવી છે, જેની ક્લિનિકલ ટ્રાયલ પ્રક્રિયા ચાલી રહી છે. ઉપરાંત ભારતમાં માનવ પરિક્ષણ ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ છે.

એલાએ જણાવ્યું કે, આ મામલે ભારત બાકીની દુનિયા કરતા આગળ છે. અમને માનવી પર વેક્સીનના પરિક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ પરિક્ષણમાં અમને ઘણી સંસ્થાઓ પણ સાથ આપી રહી છે.

કોરોનાની રસીને લઈને ખૂબ જ આત્મવિશ્વાસ

વેબિનારમાં એલાએ જણાવ્યું કે, અમે ભારતની કોરોના રસીને લઈને ખૂબ જ આત્મવિશ્વાસ થયા છીએ. તેના પૂર્વ-ક્લિનિકલ ટ્રાયલ પરિણામો ખૂબ આશાસ્પદ હતા. રસીના માનવ પરિક્ષણ માટે 375 વોલ્ટીઅર્સની પસંદગી કરવામાં આવી છે, જેના પર ઈન્જેક્શન અને રસી લગાવવાની પ્રક્રિયાઓ થઈ રહી છે. મને આશા છે કે, ઓગસ્ટ સુધીમાં આ 375 વોલ્ટિઅર્સ સાથે ખૂબ જ સારા ક્લિનિકલ ડેટા મળશે, કારણ કે આ બધા કેવિડ નેગેટિવ છે.

Web Title: Hope To Get Good Data On Covid-19 Vaccine By August, Say Bharat Biotech