કરદાતાઓ માટે IT રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઇન ફરી લંબાવાઇ, જાણી લો નવી તારીખ…

tax-savings
|

October 24, 2020, 3:55 PM

| updated

October 24, 2020, 4:01 PM


CBDT extende again deadline for filing Income Tax Returns till December 31,2020.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હીઃ કોરોના સંકટમાં કરદાતાઓને રાહત આપવા માટે સરકારે ઇન્કમટેક્સ રિટર્નના ફાઇઇલિંગની ડેડલાઇન ફરી વખત લંબાવી છે. CBDTએ જણાવ્યુ કે, કરદાતાઓ માટે નાણાંકીય વર્ષ 2019-20ના આવકવેરાનું રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ આઇટી રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ 30મી નવેમ્બર 2020 હતી.

CBDT પાસેથી પ્રાપ્તિ માહિતી મુજબ, સામાન્ય નાગિરકો, જેમને પોતાના રિટર્નની સાથે ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાનો નથી હોતો, તેઓ વર્ષ 2019-20ની માટે પોતાનું રિટર્ન 31 ડિસેમ્બર, 2020 સુધી દાખલ કરી શકે છે. અગાઉ આઇટી રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2020 હતી.  

કેન્દ્રીય નાણાં મંત્રાલય પાસેથી પ્રાપ્તિ માહિતી મુજબ, એવા કરદાતાઓ, જેમને તેમના રિટર્નમાં ઓડિટ રિપોર્ટ જોડવાનો નથી હોતો તેઓ 31 ડિસેમ્બર 2020 સુધી પોતાનું આઇટી રિટર્ન ફાઇલ કરી છે. ઉપરાંત એવા કરદાતાઓ, જેમના આઇટી રિપોર્ટમાં ઓડિટ રિપોર્ટ સાથે જોડવાનો હોય છે, તેમની માટે આવરવેરા દાખલ કરવાની છેલ્લી તારીખ લંબાવીને હવે 31 જાન્યુઆરી, 2021 નક્કી કરવામાં આવી છે.

આ પહેલા સરકારે મે મહિનામાં નાણાંકીય વર્ષ 2019-20ની માટે આઇટી રિટર્નની ડેડલાઇન લંબાવીને 30 નવેમ્બર, 2020 કરી હતી.તે ઉપરાંત કર વિવાદોના સમાધાન માટે રજૂ કરાયેલી ‘વિવાદ સે વિશ્વાસ યોજના’નો લાભ પણ કોઇ પણ પ્રકારના દંડ કે ચાર્જ વગર 31 ડિસેમ્બર 2020 સુધી મેળવી શકાશે.       

Web Title: CBDT extende again deadline for filing Income Tax Returns till December 31,2020