કરીના કપૂર ખાન ફરી મમ્મી બનશે, શેર કરી જાણકારી

entertainment-news-india
|

August 13, 2020, 12:21 PM


Kareena Kapoor share with fans, she is pregnant.jpg

vyaapaarsamachar.com

મુંબઈ: બોલિવૂડ એકટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ કરીના કપૂર ખાનના પરિવારમાં ટૂંક સમયમાં એક નવા મહેમાનની એન્ટ્રી થશે. આવા સમાચાર તો સોશિયલ મીડિયા પર ઘણા સમયથી આવી રહ્યા હતા પરંતુ હવે ખુદ સૈફ અલી ખાને જ સત્તાવાર રીતે આ વાતની જાહેરાત કરી છે. તેણે લખ્યું છે કે ટૂંક સમયમાં જ એક નવો સદસ્ય અમારા પરિવારમાં આવી રહ્યો છે.

ચોથા સંતાનનો પિતા બનવા જઈ રહ્યો છે સૈફ

કરીના કપૂર સૈફ અલી ખાનની બીજી પત્ની છે. તેની અગાઉની પત્ની અમૃતાસિંઘ હતી જેના થકી તેને બે બાળકો હતા. સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન. આ ઉપરાંત સૈફ અલી ખાન અને કરીના કપૂરનો એક પુત્ર તૈમૂર અલી ખાન છે. આમ સૈફ અલી ખાન હવે ચોથા સંતાનનો પિતા બનવાનો છે તો કરીના બીજા સંતાનની માતા બનશે.

તૈમૂરને બહેન મળશે કે ભાઈ?

હવે તૈમૂરને બહેન મળશે કે ભાઈ તેના માટે થોડી રાહ જોવાની રહેશે.  પણ સૈફ અને કરીનાના ફેન્સ માટે આ મોટા સમાચાર છે. સારા અલી ખાનની આજે બર્થ ડે છે અને આ પ્રસંગે સૈફે કરીના અંગેના આ ખુશખબરની જાહેરાત કરી હતી.

Web Title: Kareena Kapoor Khan pregnant again, all set to welcome baby