કેટલીક વિશેષ શ્રમિક ટ્રેનો ખાલી જતા થઇ રૂ.42 લાખની ખોટ..!

india-news
|

August 05, 2020, 4:53 PM

| updated

August 05, 2020, 4:55 PM


Loss of Rs 42 lakh due to Shramik Special Trains ran empty Maharashtra government to HC.jpg

www.vyaapaarsamachar.com

મુંબઇઃ લોકડાઉનમાં શ્રમિકોને તેમના વતનમાં તેમના ઘરે પહોંચાડવા માટે વિશેષ શ્રમિક ટ્રેનો દોડાવવામાં આવી હતી જો કે આવી કેટલીક ટ્રેનો પુરતા મુસાફરોના અભાવે ખાલી જતા રૂ. 42 લાખનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આજે મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઇકોર્ટે જણાવ્યુ છે કે, કોવિડ-મહામારી દરમિયાન શ્રમિકો મજૂરોને તેમના પોતાના રાજ્યમાં પરત મોકલવા માટે વિશેષ શ્રમિક ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યુ હતુ, જેમાંથી મોટાભાગની ટ્રેનો ઓછા મુસાફરોના લીધે ખાલી જતા લગભગ રૂ.42 લાખનું નુકસાન થયુ છે.

રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરતા વકીલ આસુતોષ કુંભકોણી એ ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ એ.એસ. ગડકરીની ખંડપીઠને જણાવ્યુ કે, હવે લાખો પ્રવાસી મજૂરો પોતાના વતનમાંથી પરત મહારાષ્ટ્ર આવી રહ્યા છે.

આ ખંડપીઠ મુંબઇ સ્થિત ભારતીય વેપાર સંઘ કેન્દ્રની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં મહામારી દરમિયાન મહારાષ્ટ્રમાં ફસાયેલા પરપ્રાંતી શ્રમિકોની દુર્દશાને લઇને ચિંતા વ્યક્ત કરાઇ છે.

વકીલ કુંભકોણીએ કહ્યુ કે, પાછલા મહિને રાજ્ય સરકારે હજારો પ્રવાસી શ્રમિકોની માટે ટ્રેનોનું સંચાલન કર્યુ હતુ, પરંતુ માત્ર 3551 લોકોએ જ તેમાં મુસાફરી કરી હતી. જેનાથી રાજ્ય સરકારને રૂ.42 લાખનું નુકસાન થયુ છે.     

Web Title: Loss of Rs 42 lakh due to Shramik Special Trains ran empty: Maharashtra government to HC