કેરળમાં 191 યાત્રી સાથેનું એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, વિમાનના બે ટુકડા
india-news
|
August 07, 2020, 9:22 PM
| updated
August 07, 2020, 9:35 PM

vyaapaarsamachar.com
કેરળમાં 191 યાત્રી સાથેનું એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, વિમાનના બે ટુકડા
નવી દિલ્હી : ભારતમાં હાલ તો વિમાન સેવા બંધ છે પરંતુ, કોરોનાકાળમાં વિદેશથી ભારતીયોને પરત લાવવા માટે સ્પેશ્યલ વંદે ભારત મિશન ચાલુ છે.
વંદે ભારત મિશન હેઠળ દુબઈથી કેરળના કોઝિકોડ આવતી એર ઈન્ડિયાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. વરસાદ અને ત્યારબાદ સર્જાયેલ ખરાબ વાતાવરણને કારણે રન વે પરથી વિમાન લપસ્યું હતુ.
કેરળ આવતા આ પ્લેનમાં 189 યાત્રીઓ હતા અને છ ક્રૂ મેમ્બર સહિત કુલ 195 મુસાફરો હતા તેમ DGCAએ એક નિવેદનમાં જણાવ્યું છે.
કારીપુર એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ X1344, બોઈંગ 737 પ્લેન 7.43 કલાકે વરસાદ બાદ ધોવાઈ ગયેલ રનવે પર લપસ્યું હતુ. પ્લેનની આગળનો ભાગ બે ટુકડામાં તૂટ્યો હતો અને સૌથી મોટી વાત કે પ્લેન રન વે ની નજીક આવેલ ઘાટીમાં ગબડ્યું હતુ.
આ ગોઝારી ઘટનામાં પાયલોટનું ઘટનાસ્થળે જ મોત થયું છે. અન્ય યાત્રીઓએ બહાર નીકાળવાનું કામ ચાલુ છે તેમ DGCAએ કહ્યું છે. જોકે કેટલા લોકોના મૃત્યુ થયું છે અને કેટલા ઈજાગ્રસ્ત છે તે અંગે કોઈ આધિકારીક નિવેદન નથી આવ્યું.
NDRFની એક ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી :
Distressed to learn about the tragic accident of Air India Express aircraft in Kozhikode, Kerala.
Have instructed NDRF to reach the site at the earliest and assist with the rescue operations.
— Amit Shah (@AmitShah) August 7, 2020
Web Title: Pilot, 2 Passengers Killed as Air India Express Flight with over 191 on Board Skids Off Runway in Kozhikode