કોણ છે સંદીપ કટારીયા? જેમની બાટાના ગ્લોબલ CEO પદે થઇ નિમણૂક

share-market-news-india
|

December 01, 2020, 1:45 PM

| updated

December 01, 2020, 2:00 PM


Sandeep Kataria appointed as Bata's Global CEO.jpg

vyaapaarsamachar.com

ગુરૂગ્રામ: 49-વર્ષીય કટારિયા વૈશ્વિક કંપનીઓમાં મુખ્ય હોદ્દા ધરાવતા પ્રતિષ્ઠિત ભારતીયોના ગ્રુપમાં જોડાયા છે. જેમાં માઇક્રોસોફ્ટના સત્ય નાડેલા, આલ્ફાબેટના સુંદર પિચાઈ, માસ્ટરકાર્ડના અજય બંગા, આઈબીએમના અરવિંદ કૃષ્ણ, રેકિટ બેંકિઝરના લક્ષ્મણ નરસિમ્હન, ડાયાજિયોના ઇવાન મેનેઝિસ અને નોવાર્ટિસના વસંત નરસિહ્નનો સમાવેશ થાય છે.

કટારિયાને તાત્કાલિક અસરથી બાટાના ગ્લોબલ સીઇઓ બનાવવામાં આવ્યા છે. તે નાસાર્ડની જગ્યા લેશે. માનવામાં આવે છે કે નાસાર્ડ કંતારમાં જોડાશે. આઈઆઈટી-દિલ્હીથી એન્જિનિયરિંગ કરનાર કટારિયા, એક્સએલઆરઆઈના 1993ના પીજીડીબીએમ બીએટી ગોલ્ડ મેડલિસ્ટ છે. તેની પાસે 24 વર્ષનો વર્ક એક્સપીરિયન્સ છે. તેમણે ભારત અને યુરોપમાં યુનિલીવર, યુમ બ્રાન્ડ્સ અને વોડાફોનમાં કામ કર્યું છે.

કટારિયા કન્ઝ્યુમર ગુડ્ઝ કંપની યુનિલિવરમાં 17 વર્ષ રહ્યા. બાટા ઇન્ડિયામાં જોડાતા પહેલા તે વોડાફોન ઇન્ડિયામાં ચીફ કમર્શિયલ ઓફિસર હતા. જુલાઈ 2017માં તેઓ બાટા ઇન્ડિયામાં જોડાયા અને બે વર્ષ બાદ ઈન્ડિયા રિઝનના પ્રેસિડન્ટ બન્યા. કટારિયાના નેતૃત્વમાં બાટા ભારતનો નફો બમણો થયો. ટોપલાઇન ગ્રોથ પણ ડબલ અંકમાં રહ્યો. તેમણે બાટાને નવા કલેવર અને ફ્લેવરમાં રજૂ કરીને યુવાનોને પોતાની તરફ આકર્ષ્યા. 2019-20માં બાટા ઈન્ડિયાનો ચોખ્ખો નફો 327 કરોડ રૂપિયા હતો અને 3053 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

સ્વિત્ઝર્લેન્ડની જૂતા કંપની બાટા માટે ભારત ટોચનું બજાર છે. આ કંપનીની રચના 1894માં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર લુસાનેમાં છે. કંપનીનો દાવો છે કે તે વિશ્વની સૌથી મોટી શૂઝ બનાવતી કંપની છે. કંપની દરરોજ 1 મિલિયનથી વધુ ગ્રાહકોને જૂતા વેચે છે. કંપની પાસે વિશ્વભરમાં 5800 સ્ટોર્સ છે અને પાંચ ખંડોમાં 23 મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પગરખાં બનાવે છે. બાટાનો વ્યવસાય 70 થી વધુ દેશોમાં ફેલાયેલો છે અને તેમાં 35000નું કાર્યબળ એટલે કર્મચારીઓની સંખ્યા 35000 છે.

Web Title: Who is Sandeep Kataria, who Bata has appointed as its Global CEO