કોફી પર કોરોના ભારી, CCDએ 280 આઉટલેટ્સ બંધ કર્યા  

share-market-news-india
|

July 20, 2020, 4:38 PM

| updated

July 20, 2020, 4:39 PM


Cafe Coffee Day shuts 280 Outlets In April To June profitability, increased cost issues.jpg

મુંબઇઃ ભારતની અગ્રણી કોફી બ્રાન્ડ કાફે કોડી-ડે (સીસીડી) પર કોરોના ભારે પાડ્યો છે. કાફે કોફી ડે એપ્રિલથી જૂનના ત્રિમાસિકગાળા દરમિયાન 280 આઉટલેટ્સ બંધ કરી દીધા છે. કંપની એ નિવેદનમાં જણાવ્યું કે, નફા સંબંધિત બાબતો અને ભવિષ્યમાં ખર્ચ વધવાની આશંકાને પગલે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 280 આઉટલેટ બંધ કરાયા છે. આ સાથે સીસીડીના આઉટલેટ્સની કુલ સંખ્યા ઘટે 30 જૂનના રોજ 1480 થઇ ગઇ છે.  

કાફે કોફી ડે બ્રાન્ડની માલિકી કોફી ડે ગ્લોબલની પાસે છે, જે કોપી ડે એન્ટરપ્રાઇઝ લિમિટેડ (સીડીઆઇએલ)ની સબસિડિયરી કંપની છે.  કોફી ચેઇને જણાવ્યુ કે, તેનુ સરેરાશ દૈનિક વેચાણ એપ્રિલ- જૂન ત્રિમાસિકગાળા દરમિયાન ઘટીને 15,445 રહી ગયુ છે, જે આ પાછલા વર્ષના સમાન સમયગાળામાં 15,739 હતુ. અલબત તેના વેન્ડિંગ મશીનની સંખ્યા સમિક્ષાધીન સમયગાળામાં વધીને 59,115 થઇ ગઇ છે, જે એક વર્ષેના સમાન સમયમાં 49,397 હતી.     

Web Title: Cafe Coffee Day shuts 280 Outlets In April To June : profitability, increased cost issues