કોરોનાથી મલ્ટીપ્લેક્સ થિયેટરોને કમરતોડ ફટકો, થયું રૂ. 250 કરોડનું નુકસાન

entertainment-news-india
|

July 28, 2020, 6:02 PM


Corona Effect - Loss Of Rs 250 Crore To Multiplex Theaters (1).jpg

www.vyaapaarsamachar.com

  • 31 જુલાઈના રોજ અનલોક-2ની અવધી પૂર્ણ થઈ રહી છે
  • 1 ઓગસ્ટથી અનલોક-3માં થિયેટર શરૂ થાય તેવી સંભાવનાઓ
  • અનલોક-3માં થિયેટરોને સરકાર છૂટ આપે તેવી સંચાલકોને આશા
  • 1 ઓગષ્ટથી અનલોક-3ની નવી માર્ગદર્શિકા જાહેર થઇ શકે છે
  • લોકડાઉનના કારણે થિયેટર બંધ રહેતાં 10 હજારથી વધુ લોકો બેરોજગાર

અમદાવાદ : સમગ્ર દેશમાં સતત વધી રહેલા કોરોના કેસોને પગલે લાગૂ કરાયેલા લૉકડાઉનમાં થિયેટરોને પણ બંધ હાલતમાં છે. કોરોનાને લીધે મોટાભાગના વ્યવસાય, ઉદ્યોગોને અસર થઇ છે. જોકે અનલોક-2 બાદ જનજીવન રાબેતા મુજબ જોવા મળી રહ્યું છે ત્યારે હજુય મલ્ટીપ્લેક્સ થિયેટરોને હજુય ખંભાતી તાળાં લાગેલાં છે. જોકે અનલૉક-3 હેઠળ થિયેટરોને ખોલવાની તૈયારી થઈ રહી છે. વાસ્તવમાં આ મામલે ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે કેન્દ્રીય ગૃહમંત્રાલયને સૂચન કર્યું છે.

લોકડાઉન બાદ મલ્ટીપ્લેક્સ થિયેટરોને 250 કરોડનું નુકસાન

31 જુલાઈના રોજ અનલોક-2ની અવધી પૂર્ણ થઈ રહી છે. આવામાં 1 ઓગસ્ટથી શરુ થનારા અનલોક-3માં થિયેટર ખોલવામાં આવશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. લોકડાઉન બાદ સતત બંધ પડેલાં મલ્ટીપ્લેક્સ થિયેટરોને અત્યાર સુધીમાં રૂા.250 કરોડનું નુકશાન થયાનો અંદાજ છે. જોકે, અનલોક-3માં મલ્ટીપ્લેકસ થિયેટરોને કેન્દ્ર સરકાર છૂટ આપે તેવી સંચાલકોને આશા જન્મી છે. કોરોનાની મહામારીને પગલે હાલમાં મોટાભાગના વેપાર ધંધા આિર્થક મંદીનો અનુભવ કરી રહ્યાં છે.

હજુ સુધી મલ્ટીપ્લેક્સ થિયેટરો અને જીમને મંજૂરી અપાઇ નથી

કેન્દ્ર-રાજ્ય સરકારે ગાઇડલાઇન જાહેર કરીને બધુય રાબેતા મુજબ શરૂ કર્યુ છે પણ હજુ સુધી મલ્ટીપ્લેક્સ થિયેટરો અને જીમને મંજૂરી અપાઇ નથી. આ ઉપરાંત શાળા-કોલેજોને પણ શરૂ કરવામાં આવી નથી. જોકે, આગામી 1 ઓગષ્ટથી અનલોક-3ની નવી માર્ગદર્શિકા જાહેર થઇ શકે છે જેમાં મલ્ટીપ્લેક્સ થિયેટરો-જીમને છુટછાટ મળી શકે તેવા એંધાણ મળ્યાં છે. જોકે સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ સંબંધમાં ગૃહ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે જેમાં પણ ઓગસ્ટમાં થિયેટર ખોલવા અંગેની રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાતમાં 200થી વધુ મલ્ટીપ્લેકસ થિયેટર

ગુજરાતમાં આજે 200થી વધુ મલ્ટીપ્લેકસ થિયેટર છે. જોકે, લોકડાઉન બાદ આજે ચાર મહિના અને 11 દિવસનો સમય વિતવા આવ્યો હજું ય મલ્ટીપ્લેક્શ થિયેટરોને તાળાં છે. આ સંજોગોમાં મલ્ટીપ્લેક્સ થિયેટર સાથે સંકળાયેલાં 10 હજારથી વધુ લોકોને નોકરીમાં છુટા કરી દેવાયાં છે જેના કારણે તેમણે રોજગારી ગુમાવી છે.  ગુજરાત મલ્ટીપ્લેક્સ થિયેટરે એસોસિએશનના સભ્ય રાકેશ પટેલનું કહેવુ છેકે, કોરોનાને કારણે મલ્ટીપ્લેકસ થિયેટરોના સંચાલકોને અંદાજે રૂા.250 કરોડનું નુકશાન વેઠવુ પડયુ છે. જયારે લોકડાઉન જાહેર થયું તે વખતે નવી ફિલ્મો આવવાની હતી. પિક સિઝન હતી તે જ વખતે લોકડાઉન જાહેર થતાં આવક ગુમાવવી પડી છે.

જો મજૂરી મળે તો પણ પ્રેક્ષકો થિયેટરોમાં આવશે ?

મલ્ટીપ્લેકશ થિયેટરો બંધ હોવા છતાંય તેના મેઇન્ટેસન્સ ઉપરાંત વિજબીલ સહિત અન્ય ખર્ચ વિના આવક પોષાય તેમ નથી જો અનલોક-3માં છુટછાટ મળશે તો મલ્ટીપ્લેકસ થિયેટરોમાં પ્રેક્ષકો ફિલ્મ જોવા ઉમટી પડશે તેવુ નથી. લોકોમાં કોરોનાનો ડર ઘર કરી ગયો છે.મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં હવે એક સીટ છોડીને એક સીટ પર પ્રેક્ષકને બેસાડાશે.માસ્ક-સેનેટાઇઝર્સ ફરજિયાત હશે. આમ .મલ્ટીપ્લેકસ થિયેટરોના સંચાલકો હવે કેન્દ્રના નિર્ણયની કાગડોેળે રાહ જોઇને બેઠા છે.

સિનેમા જગતને આશા થિયેટરો ખુલવાની આશા

જણાવી દઈએ કે, દેશભરમાં 25-માર્ચથી લાગૂ કરવામાં આવેલા લૉકડાઉન બાદ જ તમામ થિયેટરોને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આર્થિક સંકટનો સામનો કરી રહેલા સિનેમા જગતને આશા છે કે, અનલૉક-3માં સરકાર નવા નિયમો અંતર્ગત થિયેટરો ખોલવાની મંજૂરી આપી શકે છે.

Web Title: Corona Effect : Loss Of Rs 250 Crore To Multiplex Theaters