કોરોનાની અસર : જેમની ફેક્ટરીથી ચાલતું હતું ઘણા પરિવારોનું ગુજરાન, તે હવે વેંચી રહ્યા છે લીંબુ
gujarat-samachar-news
|
July 26, 2020, 5:00 PM

www.vyaapaarsamachar.com
- લોકડાઉનના કારણે ઘણા લોકોની આર્થિક સ્થિતિ વેરવિખેર થઈ ગઈ છે
- રોજગાર બંધ થવાના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું પણ ભારે પડી રહ્યું છે
- લોકડાઉનના કારણે સરથાણાના લૂમ ફેક્ટરીના માલિક લીંબુ વેચવા મજબૂર બન્યા
- શ્રમિકો વતન જતા રહેતા ફેક્ટરી બંધ, લીંબુ વેંચી ગુજરાન ચલાવવા મજબૂર
સુરત : લોકડાઉનના કારણે હવે ગુજરાન કેવી રીતે ચલાવવુ? આ પ્રશ્ન અનેક પરિવારોમાં આવીને ઉભો છે. તો આ કોરોના વાયરસના કારણે શરૂ કરાયેલ લોકડાઉનના કારણે અનેક લોકો બેકારીનો સામનો કરી રહ્યા છે. કોરોના વાયરસની મહામારીને કાબુમાં લેવા માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું. લોકડાઉનના કારણે ઘણા લોકોની આર્થિક સ્થિતિ વેરવિખેર થઈ ગઈ છે. રોજગાર બંધ થવાના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું પણ ભારે પડી રહ્યું છે. આવી સ્થિતિમાં ઘણા લોકો રોજગારી મેળવવા જુદા જુદા રસ્તાઓ અપનાવી રહ્યા છે. સરથાણાના એક લૂમ ફેક્ટરીના માલિક લીંબુ વેચવા મજબૂર બન્યા છે.
સરથાણાના વિસ્તારના રહેવાસી ઘનશ્યામ જસાણી મૂળ સૌરાષ્ટ્રના નિવાસી છે, જોકે વર્ષોથી તેમણે સૂરતના કર્મભૂમી તરીકે અપનાવી છે. લસ્કાનાના ડાયમંડ નગરમાં તેમની લૂમ ફેક્ટરી આવેલી છે, જોકે લોકડાઉન લાગુ થયા બાદ શ્રમિકોએ સુરતમાંથી જવાનું શરૂ કર્યું હતું, ઘનશ્યામભાઈના ફેક્ટરીના શ્રમિકો પણ તેમના વતન જતા રહ્યા.
હવે જ્યારે અનલોક જાહેર કરાયું છે અને ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરી પણ અપાઈ છે, જોકે ઉદ્યોગો શ્રમિકોની અછતના કારણે હજુ પણ મુશ્કેલીમાં છે. ઘનશ્યામભાઈએ જણાવ્યું કે, શ્રમિકો પરત ન આવવાના કારણે તેમનું કારખાનું હજુ પણ બંધ હાલતમાં છે. એવામાં પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે, તેથી એક મહિનાથી તેઓ લીંબુ વેચી રહ્યા છે.
હવે ઘનશ્યામભાઈ પૂત્ર હર્ષિલ સાથે લઈ જુદા જુદા વિસ્તારોમાં રોજે રોજ કારમાં લીંબુનો જથ્થો ભરીને વેંચવા નીકળે છે. આમાં તેમને થોડીક કમાણી થઈ રહ્યું છે, જેમાંથી પરિવારનું ગુજરાન ચાલી રહ્યું છે.
Web Title: Corona Effect: Factory Owner In Dire Straits In Surat, Selling Lemons Becomes Stronger